પ્રેમ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયેલી પરિણીતાનું હાર્ટ બેસી ગયું

  હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં કામ કરતી પરિણીતા પરિવાર સાથે પ્રેમ મંદિરે દર્શન કરવા…

 

હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં કામ કરતી પરિણીતા પરિવાર સાથે પ્રેમ મંદિરે દર્શન કરવા ગઈ હતી ત્યારે અને મવડી પ્લોટમાં આધેડ પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતાં મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર આવેલ સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં કામ કરતાં અનિતાબેન રાજેશભાઈ પારેખ નામની 42 વર્ષની પરિણીતા બપોરના સમયે પરિવાર સાથે કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગઈ હતી ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હાસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેણીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

બીજા બનાવમાં મવડી પ્લોટમાં આવેલ શ્રીનાથજી શેરી નં.1માં રહેતાં ખોડુભાઈ કરશનભાઈ જજવાડીયા (ઉ.56) પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *