રાજકોટની પરિણીતા પર જેઠનું અવારનવાર દુષ્કર્મ

રસોડામાં રસોઇ બનાવતી ત્યારે જેઠ અડપલા કરતો, અન્ય સ્થળે રહેવા ગયા તો એકલતાનો લાભ લઇ બળજબરીથી શરીર સંબંધ બાંધતો રાજકોટમાં રહેતી એક પરિણીતાએ તેમના જેઠ…

રસોડામાં રસોઇ બનાવતી ત્યારે જેઠ અડપલા કરતો, અન્ય સ્થળે રહેવા ગયા તો એકલતાનો લાભ લઇ બળજબરીથી શરીર સંબંધ બાંધતો

રાજકોટમાં રહેતી એક પરિણીતાએ તેમના જેઠ વિરૂધ્ધ દુષ્કર્મ અંગેની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટમાં કાલાવડ રોડ પર રહેતી પરિણીતાએ પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતું કે તેમના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર છે તેમજ પોતે હાલ અમદાવાદમાં પતિ સાથે રહી નોકરી કરે છે. તેમના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ તેણી અન્ય રાજયમાંથી રાજકોટ પતિના ઘરે રહેવા આવી ગઇ હતી. તેમના સાસરે જેઠ-જેઠાણી અને સાસુ-સસરા એમ બધા સાથે રહેતા હતા. લગ્નના થોડા દિવસોમાં જ તેમનો જેઠ તેણી પર નજર બગાડવા લાગ્યો હતો. તેમજ જયારે પરિણીતા રસોડામાં રસોઇ કરતી હોય ત્યારે જેઠ પાછળથી શરીરે અડપલા કરતો હતો અને બળજબરી કરવાની કોશિષ કરતો હતો. આ ઘટનાથી ગભરાઇ ગયેલી પરિણીતાએ આ ઘટના અંગે સાસુને વાત કરતા સાસુએ પોતાના પુત્રનું ઉ5રાણુ લઇ કહયુ હતું કે આ વાંક તારો છે. ત્યારબાદ આ ઘટના અંગે પતિની વાત કરી ન હતી અને પતિની ખરાબ આદતોને કારણે સાસરીયાવાળા પરિણીતાને ખરાબ શબ્દો બોલ્યા કરતા હતા.


લગ્નનાં પાંચ મહિના બાદ પરિણીતા પ્રેગ્નેન્ટ થઇ હતી અને ત્યારબાદ તેમણે પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રને જન્મ આપ્યા બાદ પણ જેઠ પરિણીતાને ખરાબ નજરે જોતો હતો. પોતે રસોડામાં કામ કરતી હોય ત્યારે અવાર નવાર અડપલા કરતો હતો. ત્યારબાદ પરિણીતા તેમના પતિ અને પુત્ર સાથે નાનામવા રોડ પર રહેવા જતી રહી હતી. ત્યારે પતિ ઘરે ન હોય ત્યારે જેઠ કોઇને કોઇ બહાને ઘરે આવી અને બળજબરી પુર્વક શરીર સબંધ બાંધતો હતો અને કહેતો કે તુ કોઇને જાણ કરીશ તો તમને ત્રણેયને હું કયાંયના રહેવા નહીં દઉ. પતિ કોઇ ધંધો કરતો ન હોય પુત્ર પણ નાનો હોય જેથી કોઇને નુકસાન ન પહોંચે તેવુ વિચારી પરિણીતા જેઠની તમામ માંંગણીઓ મુંગા મોઢે સહન કરતી હતી. ત્યારબાદ પતિ, પત્ની અને બાળક અમદાવાદ રહેવા જતા રહયા હતા ત્યા પણ જેઠ કોઇને કોઇ બહાને પહોંચી જતો હતો અને ત્યા પણ અડપલા કરતો હતો.

ત્યારબાદ દિવાળીના સમયે પતિ સાથે પરિણીતા રાજકોટ સાસરે આવી ત્યારે જેઠે છેડતી કરી હતી. જેને પગલે પરિણીતાએ હિંમત કરી વિરોધ કર્યો હતો. જે બાબતે 100 નંબરમાં ફોન કરીને પોલીસ બોલાવતા જેઠે આક્ષેપો કર્યા હતા કે આ લોકો પૈસાની ખોટી માંગણી કરે છે અને ઝઘડો કરે છે. ત્યારબાદ સમગ્ર હકીકત પતિને જણાવતા અંતે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં જેઠ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ મામલે પીએસઆઇ કારેણા અને સ્ટાફે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *