શહેરમાં જૂની કલેક્ટર કચેરી પાછળ આવેલા નરસંગપરામાં રહેતી પરિણીતા પોતાના ઘરે પાણી ભરતી હતી. ત્યારે અકસ્માતે વીજશોક લાગતા મોત નીપજ્યુ હતુ. પરિણીતાના મોતથી પુત્રએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. નરસંગપરમાં રહેતી કાજલબેન કાળુભાઇ મજેઠીયા નામની 32 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે વહેલી સવારે પાણી ભરતી વખતે વીજશોક લાગતા બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જયા તેણીનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.બીજા બનાવમાં શાપરમાં આવેલા શીતળા માતાજીના મંદિર પાસે રહેતી નીતાબેન ઉમેશભાઇ સોલંકી નામની 27 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે અકસ્માતે ગબડી પડી હતી. પરિણીતાનું સારવારમાં મોત નીપજતા પરિવાર શોમાં ગરકાવ થઇ ગયો હતો. ઉપરોક બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
