પરિણીતાનો પતિના મૃત્યુના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાત

પતિનું પાંચ માસ પહેલાં મૃત્યુ થયેલ મનમાં લાગી આવતા અંતિમ પગલું ભર્યું જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી વિસ્તારમાં રહેતી બાવાજી જ્ઞાતિની એક પરણીતાએ પોતાના પતિના…

પતિનું પાંચ માસ પહેલાં મૃત્યુ થયેલ મનમાં લાગી આવતા અંતિમ પગલું ભર્યું

જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી વિસ્તારમાં રહેતી બાવાજી જ્ઞાતિની એક પરણીતાએ પોતાના પતિના મૃત્યુના વિયોગમાં ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પતિના મૃત્યુ બાદ માનસિક સમતુલા ગુમાવી બેસતાં વારંવાર સારવાર માટે દાખલ કરાયા પછી આ પરિસ્થિતિથી તંગ આવી જઇ જિંદગીનો અંત લાવી દીધા નું પોલીસમાં જાહેર થયું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી શેરી નંબર ત્રણ માં રહેતી ચેતનાબેન હિતેશગીરી ગોસાઈ નામની 43 વર્ષની પરણીતાએ ગઈકાલે પોતાના મકાનના બીજા માળે પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના કુટુંબી ધર્મેન્દ્રભાઈ જમનભારથી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ જે.પી. સોઢા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતીના પતિનું આજથી પાંચેક મહિના પહેલાં અવસાન થયું હતું, જેના આઘાતમાં પોતે માનસિક બીમાર થઈ ગયા હતા, અને આ બીમારી ના કારણે આશરે પાંચથી છ વખત હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર લેવાનો વારો આવ્યો હતો. જે બીમારીથી કંટાળી ગઈકાલે આત્મહત્યાનું પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *