ઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવાનના પગનું ઓપરેશન સકસેસ ન જતા આપઘાત

શહેરના પોશ વિસ્તાર ગણાતા નિર્મલા રોડ પર આવેલી પારસ સોસાયટીમાં સોની વેપારીના પુત્રએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી મચી ગઇ છે. મૃતક ઓસ્ટ્રેલીયામાં…


શહેરના પોશ વિસ્તાર ગણાતા નિર્મલા રોડ પર આવેલી પારસ સોસાયટીમાં સોની વેપારીના પુત્રએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી મચી ગઇ છે. મૃતક ઓસ્ટ્રેલીયામાં આવેલી કંપનીમાં કામ કરતો હતો ત્યારે તેમને પગમાં વાગી જતા તેનુ ઓપરેશન કરાવવા રાજકોટ આવ્યો હતો અને અહીંયા ઓપરેશન કરાવ્યા બાદ સારુ ન થતા ડીપ્રેશનમાં આવી તેમણે આ ગંભીર પગલુ ભરી લીધુ હતુ. પુત્રના મૃત્યુથી પરિવાર ગમગીન બની ગયો છે.


મળતી વિગતો મુજબ નિર્મલા રોડ પર આવેલી પારસ સોસાયટી શેરી નં 1 માં રહેતા ચિરાગ કૌશિકભાઇ માંડલીયા નામના 3ર વર્ષના યુવાને ગઇકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઇ ગયો છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રવિભાઇએ કાગળો કર્યા હતા અને મૃતદેહનુ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યુ હતુ. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ કે ચિરાગ ઓસ્ટ્રેલીયામાં આવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો. તેમને પગમાં કાંઇક વાગી જતા તેનુ ઓપરેશન કરાવવા છ મહીના પહેલા રાજકોટ પોતાના ઘરે આવ્યો હતો.


અહીંયા હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ તેમને ઓસ્ટ્રેલીયા જવાનો સમય થઇ ગયો હતો. પરંતુ તેમના પગે સારૂ ન થતા પોતે ડિપ્રેશનમાં ચાલી ગયો હતો અને ગઇકાલે આ પગલુ ભરી લીધુ હતુ. મૃતક એક ભાઇ એક બહેનમાં નાનો હતો. તેમના પિતા સોની વેપારી છે. પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *