ભક્તિનગર વિસ્તારના ઈન્દિરાનગર પાસે પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાનને શખ્સની ધમકી

ભક્તિનગર વિસ્તારમાં ઇન્દિરાનગર મેઈન રોડ પર અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવકને આરોપી શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે આરોપીને…

ભક્તિનગર વિસ્તારમાં ઇન્દિરાનગર મેઈન રોડ પર અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવકને આરોપી શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરાઇ છે.

વધુ વિગતો મુજબ,ઇન્દીરા નગર શેરી નંબર.5 દેવપરા ભવનાથ મંદીર પાસે મુકેશભાઇ નાગોરાના મકાનમા ભાડેથી રહેતા ધવલ નરેશભાઈ ખીચી(ઉ. વ.24)એ ફરિયાદમાં જેનિષ ઉર્ફે જેનિયોનું નામ આપતા તેમની સામે કરુવાહી કરવામાં આવી છે.મુકેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.23/06ના રાત્રીના હુ મારા ઘરે હાજર હતો ત્યારે મારા કુટુંબીક સગા આશીષભાઇનો મને ફોન આવેલ કે જેનીશ ઉર્ફે જેનીયો રજપુત તને ભવનાથ મંદીર પાસે બોલાવે છે. તેમ કહેતા હુ ત્યા મારુ બાઈક લઇને ગયેલ અને હુ ત્યા ગયેલ ત્યારે અમારા સગા આશીષ ભાઇ ત્યા હાજર હતા અને મે આશીષભાઇ ને કહેલ કે જેનીશ ક્યા છે.

તો તેણે કહેલ કે આ જેનીશ પોતાની ગાડી લઇને નીકળી ગયેલ છે. તે વખતે મે મારા સગા મોટા બાપુના દિકરા અશોકભાઇ રમેશભાઇ ને ફોન કરીને ઉપરોક્ત વાત કરેલ અને આ અશોકભાઇ આવી ગયેલ અને ત્યાર બાદ આશરે સાડા દશેક વાગ્યે આ જેનીશ ઉર્ફે જેનીયો તેના હાથમા લાકડાનો ધોકો લઇને આવેલ અને મને મારવા જતા મારા મામા અશોકભાઇ વચ્ચે પડતા તેની પાસેથી ધોકો લઇ લીધો હતો અને આ જેનીશ ઉર્ફે જેનીયો મને કહેતો હતો કે આજે તુ બચી ગયો હવે તુ મારા વિરુધ્ધ કોઇ ફરીયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ અને આ જેનીશ જતા જતા મને ગાળો દેવા લાગ્યો હતો.બનાવ બનવાનુ કારણ એ છે કે નવેક દિવસ પહેલા મે ક્રાઇમ બ્રાન્ચમાં આપેલ વોટસેપ નંબર ઉ પર આ જેનીશ ઉર્ફે જેનીયો વિરુધ્ધ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *