ભક્તિનગર સ્ટેશન પાસે હોટલ ચલાવતા કાનજીભાઈ દેવશીભાઈ પીઠીયા(ઉ.વ. 40) ની ગાત્રાળ હોટલમાં કામ કરતા ધવલ પાસેથી ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો બહાદુરસિંહ જાદવ અવાર નવાર પાન, ફાકી અને સિગરેટ મફતમાં લઈ જતો હોય જેથી તેમને પૈસા આપવાનું કહેતા તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસમાં તેમની સામે ફરિયાદ નોંધાવી હતી.
કાનજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી.3 માં મારા ઘરની નીચેના ભાગે ગાત્રાળ હોટલ છે.ગઈકાલ તા.29/01 ના રોજ રાત્રીના હું સહકાર મેઇન રોડ ઉપર હતો.ત્યારે મારી હોટલમાં કામ કરતો ધવલ પંડ્યા નો મને ફોન આવેલ અને ફોનમા કહેલ કે ગજેંદ્રસિંહ ઉર્ફે ગજો આજે ફરી વખત આપણી દુકાને આવેલ છે. અને મારી સાથે ઝગડો કરે છે તમે જલ્દી આવો તેમ વાત કરતા મે ધવલ ને કહેલ કે તુ પોલીસમા ફોન કરી પોલીસની ગાડી બોલાવી દે ત્યાં સુધીમા હું આવુ છુ તેમ કહી હુ ફટાફટ મારી ગાત્રાળ હોટલે આવેલ અને ધવલભાઇ ને પુછતા વાત કરેલ કે અત્યારે રાત્રી નવેક વાગ્યે આપણી ગાત્રાળ હોટલે હું હાજર હતો.
ગજેંદ્રસિંહ ઉર્ફે ગજો બહાદુરસિંહ જાદવ આપણી દુકાને આવેલ અને મને કહેલ કે તમારે અહીં ધંધો કરવો છે કે ન હીં? અને જો તું મને ફાકી અને સિગરેટના પાકીટ નહીં આપ તો તને જાનથી મારી નાખીશ તેમ કહેતા હું ડરી ગયેલ અને ગજાએ મારી પાસે ફાકી અને સીગરેટ માંગતા મે આ ગજાને આપણી દુકાન માંથી છ માવા (ફાકી) અને 2 પેકેટ ગોલ્ડ ફ્લેક સિગારેટના આપેલ અને મે આપેલ વસ્તુના રૂૂપીયા 240/- માંગતા મને ગાળો દેવા લાગેલ અને કહેલ કે હું અહીયા નો ડોન છુ તારે દુકાન રાખવાની છે કે નહી? અને તુ તારા શેઠ કાનાભાઇ ને કેજે કે ગજો આવ્યો હતો અને પૈસા કાઈ દે વાના નથી જેથી ગજાને કહેલ કે તમે અગાઉ પણ 900/- થી 1000/- રૂૂપીયા ની ફાકી અને સીગરેટ અમારી દુકાનેથી ઘણી ફાકી અને સિગારેટ મફતમા લઈ ગયેલ છો તેના રૂૂપીયા પણ તમારે દેવાના બાકી છે.
તેમ મે કહેતા આ ગજેંદ્ર ઉર્ફે ગજાને સારૂૂ નહી લાગતા એક્દમ ઉશ્કેરાય ગયેલ અને મારી સાથે ઝગડો કરી જોર જોરથી ગાળો દેવા લાગેલ અને સિગારેટ પીવા લાગેલ અને કહેલ કે હવે ક્યારેય રૂૂપીયા માગતો નહી નહીતર તમે જાનથી મારી નાખીશ તેવી મને ઘમકી આપેલ અને મારી સાથે ઝગડો કરતો હોય જેથી આપણી બાજુમા રહેલ ચા વાળા મયુરભાઈ ભરતભાઈ ડાભી ભરવાડ નાઓએ ગજેંદ્રસિંહ ઉર્ફે ગજાને સમજાવેલ કે તારે મફત મા લેવુ અને ઝગડો શુ કામ કરે છે અહીંયાથી જતો રહે તેવી રીતે મયુરભાઇ એ સમજાવતા હતા તે દરમ્યાન મે પોલીસમા ફોન કરતા આ ગજેંદ્રસિંહ ઉર્ફે ગજો ત્યાથી ભાગી ગયો હતો.
