સસ્તામાં સોલાર પેનલ લગાવવાના બહાને હોટેલ સંચાલક સાથે તલાળાના શખ્સની છ લાખની ઠગાઇ

રાજકોટ શહેરમા ઢેબર રોડ વનવે રોડ પર આવેલી હોટેલ રવીરાજનાં સંચાલક સાથે સસ્તામા સોલાર પેનલ લગાવવાનાં બહાને તલાળાનાં શખ્સે 6 લાખ રૂપીયા ચાંઉ કરી જતા…

રાજકોટ શહેરમા ઢેબર રોડ વનવે રોડ પર આવેલી હોટેલ રવીરાજનાં સંચાલક સાથે સસ્તામા સોલાર પેનલ લગાવવાનાં બહાને તલાળાનાં શખ્સે 6 લાખ રૂપીયા ચાંઉ કરી જતા એ ડીવીઝન પોલીસ મથકમા છેતરપીંડીની ફરીયાદ નોંધવામા આવી છે.

વધુ વિગતો મુજબ કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટી પાસે સમૃધ્ધી નગર આવાસમા રહેતા અશ્ર્વિનભાઇ પ્રવીણભાઇ ત્રીવેદી (ઉ.વ. પ4 ) એ પોતાની ફરીયાદમા આરોપી તરીકે તલાળા ગીરનાં વિશાલ ભરતભાઇ પંચોલી એ ના પાડતા તેમની સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. અશ્ર્વીનભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ હોટલ રવીરાજમા છેલ્લા ર0 વર્ષથી મેનેજર તરીકે કામ કરે છે.

અશ્ર્વીનભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓની હોટલે તલાળાનાં વિશાલભાઇ પંચોલી બે વર્ષથી રોકાતા હોય જેથી તેમની સાથે પરીચય થયો હતો. આ સમયે આરોપી વિશાલે જણાવ્યુ હતુ કે તમારે સસ્તામા હોટેલ પર સોલાર પેનલ નાખવી હોય તો કહેજો . જેથી અશ્ર્વીનભાઇએ તેમનાં શેઠ અને હોટેલનાં માલીક જીલુભાઇ ખાચરને વાત કરી હતી. જેથી જીલુભાઇ ખાચરને વિશાલે જણાવ્યુ હતુ . તમારી હોટેલની અગાસી પર 20 કીલો વોટની 30 પેનલ હું તમારી હોટેલની અગાસી પર એક મહીનામા ફીટ કરી દઇશ . અને તેમા જે પણ સરકારી કે બીજો ખર્ચ થશે તે બધો દેવાનો રહેશે. તેનો કુલ ખર્ચ રૂ. 6 લાખ થશે. તેમ વાત કરતા જીલુભાઇ ખાચરે વિશાલને 4.પ0 લાખનો ચેક આપ્યો હતો . ચેક આપ્યા બાદ વિશાલે બે – ત્રણ દીવસમા કામ કરી આપવાનુ જણાવ્યુ હતુ.

ત્યારબાદ કામ શરુ ન કરતા જીલુભાઇએ વિશાલને કોલ કરતા વિશાલે જણાવ્યુ હતુ કે તમે કામ કયારે શરુ કરવાનાં છો. ત્યારે વિશાલે જણાવ્યુ હતુ કે અમે દોઢ લાખ રૂપીયા મોકલી આપો એટલે બે – ત્રણ દીવસમા કામ શરુ થશે. આમ છતા આરોપીએ કામ ચાલુ કર્યુ ન હતુ અને ત્યારબાદ 15-8-25 નાં રોજ વિશાલ દ્વારા સોલાર પેનલનુ સ્ટ્રકચર અને વાયરીંગનુ કામ શરુ કર્યુ હતુ . જે કામ 15 દીવસ ચાલ્યુ હતુ . ત્યારબાદ રેઢુ મુકી કર્મચારીઓ ત્યાથી જતા રહયા હતા અને આ સમયે વિશાલનો કોલ પણ બંધ આવતો હોય જીલુભાઇએ તેમનાં મીત્રો મારફતે તલાળામા તપાસ કરાવતા જાણવા મળ્યુ હતુ કે વિશાલ પંચોલીએ પોતાનાં વતનમા પણ અનેક લોકો સાથે છેતરપીંડી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *