જામનગર જિલ્લામાં દારૂૂના ગેરકાયદેસર વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામનગર તાલુકાના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ 7632 (236 પેટી) બોટલ સહિત રૂૂ. 57,02,859નો મુદ્દામાલ કબ્જે કરી દારૂૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા રાજકોટ રેન્જના આઈજીપી શ્રી નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગારધારા હેઠળના ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન મુજબ જિલ્લામાં દારૂૂ અને જુગારની બદી ડામવા એલસીબીને ખાસ દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
તે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબી સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર અને રૂૂષીરાજસિંહ વાળાને ખાનગી બાતમી મળી હતી કે દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા એક શેડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે.
બાતમીના આધારે દરેડ જી.આઈ.ડી.સી.ના પ્રાઇવેટ ઝોનમાં નિલકંઠ એસ્ટેટ, શેરી નં. 2 ખાતે આવેલા પ્લોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્લોટમાં આવેલી ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની કુલ 7632 બોટલો (236 પેટી) મળી આવી હતી. આથી પોલીસે અલગ અલગ બ્રાન્ડનો દારૂૂ સહિત કુલ રૂૂ. 57,02,859નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે થોડા સમય પહેલાં પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂકેલા મહાવીરસિંહ દેવાજી જાડેજા, (રહે. પ્રણામીનગર, રણજીત સાગર રોડ, જામનગર) નામચીન શખ્સ દ્વારા ફરી દારૂૂનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી.
