ઉદયનગરના પ્રૌઢની એક લાખની રિક્ષા મોરબીનો શખ્સ ભાડે લઇ ગયા બાદ રફુચક્કર

બીમાર યુવાનને રિક્ષા ના ચાલતા બેંક હપ્તાને લઇ રોજના 300 લેખે ભાડે આપી હતી ઉદયનગરમાં રહેતાં પ્રોઢે મોરબી રહેતાં મિત્ર પાસેથી તેની લોન વાળી રિક્ષા…

બીમાર યુવાનને રિક્ષા ના ચાલતા બેંક હપ્તાને લઇ રોજના 300 લેખે ભાડે આપી હતી


ઉદયનગરમાં રહેતાં પ્રોઢે મોરબી રહેતાં મિત્ર પાસેથી તેની લોન વાળી રિક્ષા એક લાખમાં ખરીદ કર્યા બાદ પોતાની તબિયત સારી રહેતી ન હોઇ રિક્ષા હંકારી ન શકતાં અને બાકીની લોન ભરી ન શકતાં તેમણે આ રિક્ષા રાજકોટના એક મિત્ર મારફત તેના મોરબી રહેતાં મિત્રને રોજના 300 રૂૂપિયાના ભાડા લેખે ફેરવવા આપતાં મોરબીના આ શખ્સે બે ત્રણ દિવસ ભાડુ ચુકવી બાદમાં ભાડુ ન ચુકવી રિક્ષા સાથે ગાયબ થઇ જતાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઇ છે.


વધુ વિગતો મુજબ, ઉદયનગર-1/13માં સમોજાદ વિદ્યાલય પાસે રહતાં મહેન્દ્રભાઇ શ્રવણભાઇ ડોડીયા (ઉ.વ.52)ની ફરિયાદ પરથી મોરબી સનાળા રોડ બસ સ્ટેશન પાસે હરસિધ્ધી ફ્રુટવાળી શેરીમાં મહેશ હોટેલ સામે રહેતાં ભાવીન સોલંકી વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.મહેન્દ્રભાઇ ડોડીયાએ જણાવ્યું છે કે,તેમણે 2021ના મોડેલની સીએનજી રિક્ષા મિત્ર મોરબીના મનિષભાઇ જુગતરામ કુબાવત પાસેથી રૂૂા. 20 હજાર બહાના પેટે આપી ખરીદ કરી હતી.


આ રિક્ષા પર મહિન્દ્રા કંપનીની લોન ચાલુ હોઇ જેમાં દર મહિને રૂૂા. 7300નો હપ્તો હતો.આશરે એક લાખ રૂૂપિયાની કિમતની આ રિક્ષા ખરીદી તેના કુલ બાકીના 36 હપ્તા તેમને ભરવાના હતાં તે અંગે લખાણ થયું હતું.એ પછી મહેન્દ્રભાઇએ રિક્ષા ચલાવતો હતો અને હપ્તા પણ ભરતો હતો.પરંતુ બાદમાં તબિયત બગડતાં રિક્ષા ચલાવી શકતો ન હોઇ મેં હપ્તા ભરવા માટે રિક્ષા ભાડેથી આપવાનું નક્કી કર્યુ હતું.


એ પછી મિત્ર સર્કલમાં કોઇને ભાડેથી રિક્ષા હંકારવી હોય તો મારી પાસે છે તેવી વાત કરી હતી. એ દરમિયાન મિત્ર સમીરભાઇ કે જે ખોડિયારપરા રાજકોટમાં રહે છે તેણે વાત કરેલી તમારે રિક્ષા ભાડેથી આપવી હોય તો મોરબીમાં મિત્ર ભાવીન સોલંકીને જોઇએ છે.


જેથી મહેન્દ્રભાઈએ તેને તા. 26/8/24ના રોજ મવડી ચોકડી પાસે બોલાવી રોજના રૂૂા. 300ના ભાડાથી રિક્ષા આપી હતી. એ વખતે કોઇ ભાડા કરાર કે લખાણ વિશ્વાસને કારણે કર્યા નહોતાં.ભાવીને નક્કી થયા મુજબ બે ત્રણ દિવસ 300-300 લેખે ભાડુ આપ્યુ હતું.


પણ બાદમાં ભાડુ આપવા ન આવતાં તેમણે પોતાની રીતે સંપર્ક કર્યો હતો.પરંતુ તે હાલમાં સગવડ નથી તેમ કહી બહાના કાઢતો હતો.એ પછી તેને ફોન પર સંપર્ક કરતાં તે થઇ શકયો નહોતો.બાદમાં મહેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી.આ મામલે માલવીયાનગર પીઆઇ જીજ્ઞેશ દેસાઇની રાહબરી હેઠળ એએસઆઇ ડી. જી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *