રાજકોટમાંથી ચોરેલા પાંચ બાઇક સાથે ચોટીલાના લાખણકાનો શખ્સ પકડાયો

સુરેન્દ્રનગર એલસીબીએ રાજકોટથી ચોરેલા 5 બાઈક સાથે 1 શખસને ચોટીલાના લાખણકા ગામેથી ઝડપ્યો હતો. આ આરોપી અગાઉ પણ આ આરોપી 12 બાઈક સાથે પકડાઈ ચૂક્યો…

સુરેન્દ્રનગર એલસીબીએ રાજકોટથી ચોરેલા 5 બાઈક સાથે 1 શખસને ચોટીલાના લાખણકા ગામેથી ઝડપ્યો હતો. આ આરોપી અગાઉ પણ આ આરોપી 12 બાઈક સાથે પકડાઈ ચૂક્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા વાહન ચોરીના વણઉકેલ્યા ગુનાઓ ઉકેલીને આરોપી તથા મુદ્દામાલ શોધવા સૂચના અપાઇ હતી.

આથી એલસીબી પીઆઈ જે.જે. જાડેજા અને પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી વાહન ચોરીઓના ગુનાઓ ઉકેલવા પ્રયત્ન હાથ ધરાયા હતા. જેમાં એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલાના લાખણકા ગામે દરોડો કરાયો હતો. જેમાં 1 વ્યક્તિને ચોરી કરેલ 5 બાઇક સહિત રૂૂ.1,85,000ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો.

પૂછપરછમાં પોતાનું નામ ગરભાઇ રણછોડભાઇ જોગરાજીયા જણાવ્યું હતું. આ આરોપી અગાઉ પણ 12 બાઈક સાથે પકડાઈ ચૂક્યો છે. પૂછપરછમાં હેન્ડલ લોક સરળતાથી તૂટતા તેથી માત્ર સ્પેલન્ડર ચોરતો હોવાનું કબૂલ્યું હતું તેમજ ચોરેલા બાઈક માત્ર 10થી 12 હજાર રૂૂપિયામાં વેચી દેતો હોવાનું પણ ખૂલ્યું હતું. આથી વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે આરોપીને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવમા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *