કચ્છના મેઘપર (બોરીચી) ગામે રહેતા પ્રૌઢ રાજકોટમાં લગ્ન પ્રસંગે આવ્યા બાદ સસરાના ઘરે રોકાયા હતા જયા પ્રૌઢનુ હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કચ્છના મેઘપર (બોરીચી) ગામે રહેતા દિલીપભાઇ રામજીભાઇ ચૌહાણ (ઉ.વ. 4પ) રાજકોટમાં લગ્ન પ્રસંગે આવ્યા હતા પ્રસંગ પત્યા બાદ સંતકબીર રોડ પર ગઢીયાનગરમાં રહેતા સસરા મહાદેવભાઇ સોલંકીના ઘરે રોકાયા હતા.
જયા રાત્રીના દિલીપભાઇ ચૌહાણને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા તેમનુ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક દિલીપભાઇ ચૌહાણ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.