માળિયા હાટીનામાં વીજ કંપનીના સ્ટાફ ઉપર હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.સમગ્ર તાલુકામાં વીજ ચેકિંગ કામગીરી શરૂૂ કરી હતી. જે ફરિયાદના આધારે માળિયા પોલીસે ઙૠટઈકના કર્મચારી…


જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.સમગ્ર તાલુકામાં વીજ ચેકિંગ કામગીરી શરૂૂ કરી હતી. જે ફરિયાદના આધારે માળિયા પોલીસે ઙૠટઈકના કર્મચારી પર હુમલો કરનાર રામદે કચારા ચુડાસમા અને કચરા કેશવ ચુડાસમા નામના પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. તેમજ માળીયા પોલીસ દ્વારા પીજીવીસીએલના કર્મચારી પર હુમલો કરનાર અન્ય આરોપીઓને ઝડપવા વધુ તપાસ હાથ ધરી છે.
માળીયાહાટીના તાલુકાના ભંડુરી ગામ પાસે આવેલા ક્રિષ્ના હોટલ ખાતે વીજ ચેકિંગ દરમિયાન હોટેલ સંચાલકોએ ઙૠટઈકના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી મારકૂટ કરતા માળીયા પોલીસ સ્ટેશનમાં હોટલ સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ક્રિષ્ના હોટલના સંચાલકોએ પીજીવીસીએલના સંચાલકો જ્યારે તેની હોટલ પર ચેકિંગ પર આવ્યા હતા તે સમયે ચેકિંગ કરવાની મનાઈ કરતા બોલાચાલી કરી હતી. હોટેલ સંચાલકોએ પીજીવીસીએલના કર્મચારીઓને મનફાવે તેમ બોલી વીજ ચેકિંગ સમયે મારકૂટ કરીને ફરજ રુકાવટ કરતાં વીજ કર્મચારીએ ચાર શખ્સો સામે માળીયાહાટીના પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.


પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ભંડુરી ગામ પાસે હાઇવે પર આવેલ ક્રિષ્ના હોટલ ખાતે એમ પી.જી.વી.સી.એલ. ના પ્રદિપભાઈ સ્વામદેવસિંહ યાદવ અને તેની ટીમ દ્વારા વીજ ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન હોટલના દેવાભાઈ કચરાભાઈ ચુડાસમા, રામદેભાઈ કચરાભાઈ ચુડાસમા, કાનાભાઈ કચરાભાઈ ચુડાસમા, કચરાભાઈ કેશવભાઈ ચુડાસમાએ બોલાચાલી કરી ગાળો આપી મોબાઈલ ફોન ઝુટવી લુંટ ચલાવી કર્મચારીને ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.અને પી.જી.વી.સી.એલ.ના કર્મચારીની ફરજમાં રૂૂકાવટ કરી સંચાલકોએ માથાકૂટ કરી હતી. જે મામલે માળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *