કુવાડવા રોડ ડી-માર્ટ નજીકથી કોઠારિયા રોડનો શખ્સ વોડકાની 31 બોટલ સાથે ઝડપાયો

પોલીસે આરોપીને પકડી 5.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો શહરેના કુવાડવા રોડના ડી માર્ટ નજીક પચાસ ફુટ રોડ પર મામા સાહેબના મંદિર નજીક બી-ડિવીઝન પોલીસે વોચ…

પોલીસે આરોપીને પકડી 5.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

શહરેના કુવાડવા રોડના ડી માર્ટ નજીક પચાસ ફુટ રોડ પર મામા સાહેબના મંદિર નજીક બી-ડિવીઝન પોલીસે વોચ રાખી વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે કોઠારીયા રોડના શખ્સને પકડી લઇ દારૂૂ. કાર મળી રૂૂા. 5.99,161નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વધુ વિગતો મુજબ,બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે રાત્રિના સમયે જૂના મોરબી રોડ પરથી પ્રસાર થતી એક શંકાસ્પદ કારને આંતરીને તલાસી લેતાં દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. 112 પીસીઆરના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઇ મકવાણા સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે સફેદ કલરની હાંડાઈ આઈ-20 કાર જીજે03એમએલ-6098માં વિદેશી દારૂૂનો જથ્થો ભરીને એક શખ્સ જૂના મોરબી રોડથી કુવાડવા રોડ ડી-માર્ટ તરફ જવાનો છે.

આ માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તુરંત જ 50 ફૂટ રોડ પર મામા સાહેબના મંદિર પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન રાતે સવા એકાદ વાગ્યે બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવા ઇશારો કર્યો હતો. કાર ઉભી રખાવી ચાલકની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ ઉત્સવ કનૈયાલાલ અજાગીયા (રહે. ન્યુ ગણેશનગર-4, કોઠારીયા રોડ) જણાવ્યું હતું. કારમાં તપાસ કરતાં પોલીસને એબ્સોટ્યુટ વોડકા, જેએન્ડબી સ્કોચ સ્મીર્નઓફ વોડકાની 31 બોટલો રૂૂમ.44,161ની મળી આવતાં તે તથા 5.50 લાખની કાર કબ્જે કરી ઉત્સવની ધરપકડ કરી હતી.

પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં આ કામગીરીમાં વિશાલભાઈની સાથે હેડકોન્સ, પ્રકાશભાઈ કોડીયાતર, કોન્સ. અજયભાઇ ચૌહાણ સહિતે કરી હતી. વધુ તપાસ પીએસઆઇ ડી. બી. ગાધે ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *