રાજ્યભરમાં તળાવ-હવાની ગુણવત્તા મોનીટર કરવા નિર્ણય

રીયલ ટાઇમ એર કવોલિટી ઇન્ડેક્સ, પાણીની ગુણવત્તાનો ડેટા ઓનલાઇન મળશે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (…

રીયલ ટાઇમ એર કવોલિટી ઇન્ડેક્સ, પાણીની ગુણવત્તાનો ડેટા ઓનલાઇન મળશે

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન ( GUDM) દ્વારા તળાવો અને હવાની ગુણવત્તાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ સુનિશ્ચિત કરવા લેક એન્ડ એર વોચ પહેલ શરૂૂ કરવામાં આવશે.

ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે તળાવોનું પ્રદૂષણ, પાણીની ગુણવત્તામાં ઘટાડો, ભૂગર્ભ જળના કુદરતી રિચાર્જમાં ઘટાડો અને ગીચ વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર અસર થઈ રહી છે.
આગામી સમયમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન ( GUDM) દ્વારા એક સંકલિત, ડિજિટલ અને રિયલ-ટાઇમ માહિતી આપતું પ્લેટફોર્મ વિકસાવવામાં આવશે, જેના માધ્યમથી રાજ્યના શહેરોમાં તળાવો તથા હવાની ગુણવત્તા પર દેખરેખ રાખી શકાશે અને સમયસર ચેતવણી મળ્યા બાદ કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાશે. અંદાજિત ₹10 કરોડની જોગવાઈ સાથે આ પહેલ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નોંધનીય ભૂમિકા ભજવશે.

આ ઉપરાંત, રાજ્યની 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપકરણો દ્વારા રિયલ-ટાઈમ હવાની ગુણવત્તા (AQI) અંગેની માહિતી ઉપલબ્ધ થશે. AQIમાં વધારો થવા પર આપમેળે એલર્ટ જનરેટ થશે, જેના આધારે સંબંધિત વિભાગો તાત્કાલિક પગલાં લઈ શકશે. આ પહેલ શહેરી સ્તરના જીવન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. શહેરોના તળાવો અને હવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યા બાદ તેની માહિતી રાજ્ય કક્ષાએ એકત્ર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *