જસદણના ડોડિયાળા ગામના શખ્સ દ્વારા શેરબજારમાં રોકાણના નામે 96 લાખની ઠગાઈ

રાજકોટમાં ઓફીસ ખોલી શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એકના ડબલ સહિતની લોભામણી લાલચ આપી 13 જેટલા રોકાણકારો પાસે 96 લાખ જેટલી રકમ ઉઘરાવી ફુલેકું ફેરવી…

રાજકોટમાં ઓફીસ ખોલી શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એકના ડબલ સહિતની લોભામણી લાલચ આપી 13 જેટલા રોકાણકારો પાસે 96 લાખ જેટલી રકમ ઉઘરાવી ફુલેકું ફેરવી ગઠીયો ફરાર થઇ જતા આ મામલે રોકાણકારોએ પોલીસ ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસે જસદણના શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટના કલાવડ રોડ પરના નીલકંઠ પાર્કમાં રહેતા મહાવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.42)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અયોધ્યા ચોક પાસે આવેલા વન-વર્લ્ડ-બીમાં હોપ સ્યોર કેપિટલ નામે ઓફિસ ચલાવતાં મૂળ જસદણના હિરેન સુરેશ અકબરીનું નામ આપ્યું હતું.

મહાવીરસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના એક મિત્ર મારફત હિરેન અકબરીનો સંપર્ક થયો હતો અને હિરેને શેરબજારમાં રોકાણથી મોટું વળતર અપાવશે તેવી ખાતરી આપતા મહાવીરસિંહે 2 જુલાઈ 2024થી રોકાણ શરૂૂ કર્યું હતું અને કટકે કટકે રૂૂ.10 લાખ આપ્યા હતા, શરૂૂઆતમાં હિરેન અકબરી વળતર આપતો હોવાથી મહાવીરસિંહે તેના સાસુ, સાળા, કાકા, પિતરાઈ ભાઈ અને મિત્રો સહિત કુલ 13 લોકોને હિરેન પાસે રોકાણ કરાવવાનું શરૂૂ કર્યું હતું અને તમામ 13 લોકોએ કુલ રૂૂ.96.30 લાખનું રોકાણ કર્યું હતું. હિરેન અકબરીએ ઓગસ્ટ 2025 સુધી વળતર આપ્યું હતું ત્યારબાદ બંધ કરી દીધું હતું અને આ અંગે પૂછતાં થોડા સમયમાં રકમ ટ્રાન્સફર કરાવી આપું છું તેવા બહાના કાઢ્યા હતા અને બાદમાં હિરેન અકબરી પોતાની ઓફિસને તાળાં મારી જતો રહ્યો હતો અને મોબાઇલ પણ સ્વિચ ઓફ કરી દેતા રોકાણકારોને પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો. આ મામલે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોન્ધાત પોલીસે ગુનો નોંધી હિરેન અકબરીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

96 લાખ ગુમાવનાર 13 રોકાણકારો
1)મહાવીરસિંહ જાડેજા રૂા.10 લાખ, 2) મોહનબા ચૌહાણ રૂા.8 લાખ, 3)કિશોરસિંહ પરમાર રૂા.10 લાખ, 4) ધર્મરાજસિંહ પરમાર રૂા.10 લાખ, 5) દેવેન્દ્રસિંહ જાડેજા રૂા.3 લાખ, 6)રાજભા જાડેજા રૂા.7.50 લાખ, 7) હર્ષાબા જાડેજા રૂા.5 લાખ, 8) મહિપતસિંહ જાડેજા રૂા.5 લાખ, 9) રાજકુમાર ઝા રૂા.9 લાખ, 10) ગિરિરાજસિંહ જાડેજા રૂા.5 લાખ, 11) હકુમતસિંહ જાડેજા રૂા.5.80 લાખ, 12) વિક્રમસિંહ પરમાર રૂા.5 લાખ, 13) દશરથદાન ગઢવી રૂા.4 લાખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *