બોટાદમાં બે ભાગીદાર વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ, 1800 ગ્રામ સોનાની ગોલમાલનો આક્ષેપ

બોટાદ શહેરના ઢાળ બજારમાં સોના-ચાંદીના દાગીના બનાવતા બે ભાગીદારો વચ્ચે થયેલી મારામારીનો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ…

બોટાદ શહેરના ઢાળ બજારમાં સોના-ચાંદીના દાગીના બનાવતા બે ભાગીદારો વચ્ચે થયેલી મારામારીનો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઢાળ બજારમાં એક બંગાળી કારીગર સાથે ભાગીદારીમાં સોના-ચાંદીનું કામ ચાલતું હતું.
ભાગીદાર દ્વારા બંગાળી કારીગર પર આશરે 1800 ગ્રામ સોનામાં ગોલમાલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી બંને ભાગીદારો વચ્ચે બોલાચાલી થતી હતી.

બે દિવસ પહેલા દુકાનમાં 1800 ગ્રામ સોનાના મુદ્દે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મારામારીમાં પરિણમી હતી.ઘટના સમયે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર દૃશ્યો કેદ થઈ ગયા હતા, જે હવે સામે આવ્યા છે.

આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોટાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂૂ કરી છે અને વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *