પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બિનકાયદેસર પ્રવૃત્તિઓ પર ગાળિયો મજબૂત કરવામાં આવ્યો છે. જેના ભાગરૂૂપે ભચાઉ પોલીસે બાતમીના આધારે હિંમતપુરા વિસ્તારમાં દરોડો પાડીને માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે તાકીદે હિંમતપુરા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી આરોપી દાઉદ કાસમ નારેજાની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી 255 ગ્રામ ગાંજો અને 4,67,000 રૂૂપિયાની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભચાઉ પોલીસે આ મામલે ગઉઙજ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીને આ નશીલા પદાર્થનો જથ્થો કોણ સપ્લાય કરતું હતું અને તે ક્યાંથી લાવવામાં આવતો હતો, તે દિશામાં પોલીસે નેટવર્ક ભેદવા માટે વધુ તપાસ શરૂૂ કરી છે. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાની સૂચના તેમજ ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કમલેશ ચાવડાને હિંમતપુરા વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
