ખીજડિયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોકથી પ્રૌઢનું મોત

ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક રાજકોટની ભાગોળે કુવાડવારોડ પર આવેલા ખીજડીયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગવાની પ્રૌઢનું મોત નીપજતા પરિવારમાં…

ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક

રાજકોટની ભાગોળે કુવાડવારોડ પર આવેલા ખીજડીયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગવાની પ્રૌઢનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ખીજડીયા ગામે રહેતા દેવરાજભાઇ ચનાભાઇ જેસાણી (ઉ.વ.57)નામના પ્રૌઢ આજે બપોરે ગામની સીમમા આવેલી પોતાની વાડીએ મોટર ચાલુ કરવા જતા હતા. ત્યારે ઇલેક્ટ્રીક બોર્ડમાં વીજશોક લાગતા તેઓ બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક દેવરાજભાઇ ત્રણભાઇ સાત બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *