શહેરમા રૈયા ગામ વિસ્તારમા રહેતો યુવાન રૈયા ચોકડી પાસે હતો ત્યારે એક શખ્સે ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા દાખલ કરવામા આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા રૈયા ગામ વિસ્તારમા રહેતો યુવાન રૈયા ચોકડી પાસે હતો ત્યારે યશવંતસિંહ નામના શખ્સે હાથમા પહેરવાના કડા વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમા કેવડાવાડીમા રહેતી કોમલબેન કાનજીભાઇ સોલંકી (ઉ.વ. 33) એ ફીનાઇલ પી લીધુ હતુ. રેલનગરમા રહેતા સવજી જેન્તીભાઇ સીતાપરા (ઉ.વ. 33) એ સેનીટાઇઝર અને સેન્ટ્રલ જેલમા ગોપાલસિંહ વનરાજસિંહ રાણા (ઉ.વ. ર8) એ બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી. ત્રણેયની તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.