વાંકાનેરના રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું પિતરાઈની નજર સામે જ મોત

વાંકાનેરથી માટેલ હોટલે જતાં બંને યુવકના બાઈકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટી ઘટના વાંકાનેરમાં રહેતા અને માટેલમાં હોટલ ચલાવતો યુવાન પોતાના પિતરાઈભાઈ સાથેવાંકાનેરથી હોટેલે જઈ…

વાંકાનેરથી માટેલ હોટલે જતાં બંને યુવકના બાઈકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટી ઘટના

વાંકાનેરમાં રહેતા અને માટેલમાં હોટલ ચલાવતો યુવાન પોતાના પિતરાઈભાઈ સાથેવાંકાનેરથી હોટેલે જઈ રહ્યો હતો ત્યારે રાણેકપર ગામ પાસે અજાણ્યાવાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા હોટલ સંચાલકનું પિતરાઈ ભાઈની નજર સામે જ મોત નિપજતા ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં રહેતા અને માટેલમાં હોટલ ચલાવતા સમિર મજીદભાઈ જેસાણી ઉ.વ.21 પોતાના પિતરાઈભાઈ ચાંદ નુર મહમદ આલ ઉ.વ.19 સાથે બે દિવસ પૂર્વે બપોરના 3:30 વાગ્યાના અરસામાં બાઈક લઈને વાંકાનેરથી માટેલ હોટેલે જઈ રહ્યા હતા. ત્યારે રાણેકપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બન્ને યુવકના બાઈકને ઠોકરેચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સમીર જેઠાણીને જોઈ તપાસી ફરજ પરના તબીબે નિસ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક સમિર જસાણી બે ભાઈ એક બહેનમાં વચેટ હતો અને પિતરાઈ ભાઈ સાથે પોતાની હોટેલે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં કાળે આંતર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *