શહેર આજીડેમ પોલીસની ટીમે ઉપલેટા જડેશ્વર મંદિર પાસે નાગનાથ ચોકમાં રહેતાં રીઢા ઉઠાવગીરની છાપ ધરાવતાં રવિ ઉર્ફ કાલી રસિકભાઇ સોલંકી (ઉ.વ.29) નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂૂા. 5,35,000ના 13 ચોરાઉ વાહનો કબ્જે કર્યા છે.આ શખ્સ રાતે રેકી કરી હેન્ડલ લોક વગરના વાહનો હોય તેમાં હેડલાઇટ પાછળના સોકેટને ખેંચી તોડીને ડાયરેક્ટ કરી ઉઠાવી જતો હતો.રવિ ઉર્ફ કાલીને પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્સ. કિશોરભાઇ ઝાપડા, કોન્સ. મહેશભાઇ કોઠીવાળ, જગદીશ સિંહ પરમાર અને ગોપાલ ભાઇ બોળીયાની બાતમી પરથી ખોખડદળ પુલ નીચે કોઠારીયા રીંગ રોડ પરથી પકડી લીધો હતો.
આ શખ્સે રાજકોટ ઉપરાંત જેતપુર, ઉપલેટા, શાપર વેરાવળ સહિતના ગામોમાંથી બાઇક ચોરી કરી હતી. તે આ વાહનનો ચોરીને મીત સુરેશભાઇ વ્યાસને વેંચવા આપતો હતો. મીત ધોરાજી ખાતે અલગ અલગ લોકોને આ વાહનો સસ્તામાં વેંચી દેતો હતો. એક બાઇક લાખણકા ગામે પણ વેંચ્યુ હતું.ચોરીને વેંચી નખાયેલા કુલ 13 વાહનો આજીડેમ પોલીસને કબ્જે કર્યા છે. તેર પૈકી 11 વાહનોની ચોરીના ગુનાઓ પણ દાખલ થયા હતાં.રવિ ઉર્ફ કાલી અગાઉ રાજકોટ શહેર બી-ડિવીઝન, ભક્તિનગર, થોરાળા, શાપર વેરાવળ, જેતપુર, ઉપલેટામાં વાહન ચોરીઓના આઠ, ઘરફોડ ચોરીના બે અને જૂગારના એક મળી 11 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હતો. તે રાત્રીના સમયે જ વાહન ચોરી કરવા માટે નીકળતો હતો અને હેન્ડલ લોક ન હોય તેવા વાહનો ઉઠાવી લેતો હતો.પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પી.આઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ જી. રાણા, એએસઆઇ હારૂૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઇ ચિરોડીયા, દિગપાલસિંહ જાડેજા, એ કામગીરી કરી હતી.