ચોરીના બનાવો અટકાવવા એક્શન પ્લાન બનાવાશે, સાયબર ફ્રોડ અને માદક દ્રવ્યોની હેરફેર અટકાવવા માટે જાગૃતિ ઝુંબેશ સાથે કડક કાર્યવાહી
રાજકોટમાં રાજયના પોલીસ વડા વીકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે આજે રાજયની પ્રથમ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજકોટ,અમદાવાદ,સુરત અને વડોદરા ના પોલીસ કમિશ્નર તેમજ 9 રેન્જ આઈજી તેમજ સી.આઇ.ડી. ક્રાઇમ, ટેકનિકલ સેવાઓ, કોસ્ટલ સિક્યુરિટીના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપોલીસવડા વિકાસ સહાયએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં ગુજરાતમાં બનતા મિલ્કત વિરોધી ગુનાઓ અટકાવવા માટે ત્વરીત કાર્યવાહી કરવા સાથે જાહેરમાં મારામારી કરી કાયદો હાથમાં લેનાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી તેમને ખો ભુલાવી દેવા સુચના આપી હતી. તેમજ રાજકોટ ખાતે યોજાયેલી આ રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓને ચોરીના બનાવો અટકાવવા એક્શન પ્લાન બનાવી સાઈબર ફ્રોડ અને ખાસ કરીને ડિઝિટલ એરેસ્ટ તેમજ માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પણ જાગૃતિ ઝુંબેશ સાથે કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ આજે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાઈ હતી. રાજય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં પ્રથમ વખત ગુજરાત સ્ટેટની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતની પ્રથમ રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સમાં રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિક, સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તેમજ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, અમદાવાદ રેન્જ આઈજી જે.આર.મોથલીયા, ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ, વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ, કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, જૂનાગઢ રેન્જ આઈજી નીલેશ ઝાંઝડિયા, ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર, પંચમહાલ-ગોધરા રેન્જ આઈજી આર.વી.અસારી સાથે અગાઉ રાજકોટમં ફરજ બજાવી ચૂકેલા હાલ સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોમાં એડીશનલ ડી.જી. તરીકે ફરજ બજાવતા ખુરશીદ અહેમદ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાના એડીશનલ ડી.જી રાજકુમાર પાંડ્યન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સવારે 11 વાગ્યે શરૂ થયેલી આ રાજ્યકક્ષાની ક્રઈમ કોન્ફરન્સના પ્રથમ શત્રમાં રાજ્ય પોલીસવડા વિકાસ શહાયે રાજ્યભરના પોલીસ અધિકારીથી ગુનાખોરીના આંકડાઓ મેળવ્યા હતાં. સાથે સાથે ગુનાની થીયરીની સમીક્ષા કરી હતી. તેમજ કાયદો અનેવ્યવસ્થાની સ્થિતિ અંગેની માહિતી મેળવ્યા બાદ પોલીસ અધિકારીઓને જરૂરી સુચનો આપ્યા હતા. જેમાં ગુજરાતમાં મિલ્કતવિરોધી ગુનાઓ અટકાવવા માટે ત્વરીત કાર્યવાહી કરવા અને જાહેરમાં મારામારી કરીને કાયદો હાથમાં લેતા તત્વોને ખો ભુલાવી દેવા અને તેમની સામે કડક કાર્યવાહીકરવા માટેની સૂચના આપી હતી. ઉપરાંત ધાર્મિક સ્થળોની સુરક્ષા બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. અને શરહદી સુરક્ષા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. બપોરે એક વાગ્યા સુધી ચાલેલી પ્રથમ શત્ર બાદ તમામ અધિકારીઓ ભોજન માટેના બ્રેક પછી બપોર પછીના બીજા સેશનમાં સાયબર ક્રઈમ અને નાર્કોટિક્સના મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. જેમાં રાજ્યમાં બનતા ડીજીટલ એરસ્ટના બનાવો ઉપરાંત સાયબર ક્રાઈમ અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસને જાગૃતિ ઝુંબેશ સાથે કડક કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. બપોર પછીના સેશનમાં મહત્વની બાબતો ઉપર ચર્ચા બાદ ડીજીપી વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. અને પત્રકારોને વિગતો આપવામાં આવી હતી.
રાજ્ય પોલીસવડા વિકાસ સહાયનું રાજકોટમાં આજે રાત્રી રોકાણ
રાજકોટ ખાતે રાજ્યકક્ષાની યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સ બાદ આજે રાજ્યપોલીસ વડા વિકાસ સહાય રાત્રી રોકાણ રાજકોટમાં જ કરવાના છે. ક્રાઈમ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ બપોરે પત્રકાર પરિષદ સંબોધી ડિજિપી વિકાસ સહાય સાંજે રાજકોટ રેન્જ આઈજી કચેરીની મુલાકાત લઈ રેન્જ આઈજી કચેરીનું ઈન્સપેક્શન પણ કરશે. અને રાત્રી રોકાણ રાજકોટમાં કર્યા બાદ સવારે ગાંધીનગર જવાં રવાના થશે. રાજકોટમાં રાજ્યપોલીસ વડાના રાત્રી રોકાણને કારણે શહેર ભરની પોલીસ વ્યવસ્થા માટે કામે લાગી છે. ગુજરાતના દરેક ભાગમાં પોલીસ અધિકારીઓ કઈ રીતે પડકારનો સામનો કરે છે એન કઈ રીતે કામગીરી સરળ બનાવે છેતેની ડીજીપી વિકાસ સહાયએ આજે ચર્ચા કરી હતી. ડિજીપી વિકાસ સહાય રાત્રીના સર્કિટ હાઉસ ખાતે જ રોકાણ કરશે તેમજ શહેર અને ગ્રામ્યના ડીસીપી તેમજ એસીપી કક્ષાના અધિકારીઓ સાથે મીટીંગ કરસે તેવું ચર્ચાઈ રહ્યુ છે.
