કાલાવડ રોડ પર શ્રીજી હાઇટ્સ તરફ જતાં રોડ પરથી તાલુકા પોલીસે સુમીત બાબુભાઇ વિરાણી (ઉ.વ. 25, રહે. હાલ મોટા વરાછા સુરત, મુળ ખાન કોટડા તા. કાલાવડ)ને ચોરાઉ બાઇક સાથે ઝડપી પૂછપરછ કરતાં તેણે આ બાઇક 150 ફૂટ રોડ પરથી ચોરી કર્યાની અને સુરત અને ગોંડલ મળી અન્ય ત્રણ સ્થળેથી પણ બાઇક ચોરી કર્યાની કબૂલાત આપી હતી. એટલું જ નહીં આરોપીએ ત્રણેક માસ પહેલા ધ્રોલ બસ સ્ટેન્ડ પાસેથી પણ બાઇકની ચોરી કરી મિત્ર પ્રકાશ (રહે. દરેડ)ને આપ્યાની કબુલાત આપતા પોલીસે ચાર બાઈક કબજે કરી તપાસ શરૂૂ કરી છે. તેની પાસેથી એક હોન્ડા એક્ટિવા મળી આવ્યું હતું.જે તેણે બે મહિના પહેલા રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પરથી ચોર્યું હતું.
વધુ પૂછપરછમાં, તેણે અન્ય ત્રણ મોટરસાઈકલ ચોરી કર્યાની કબૂલાત કરી, જે પણ પોલીસે કબજે કર્યા છે. આરોપીએ ધ્રોલ બસ સ્ટેન્ડ પરથી એક મોટરસાઈકલ ચોરીને તેના મિત્રને આપ્યાની કબૂલાત કરી છે. કબજે કરાયેલા વાહનોની કુલ કિંમત રૂૂ. 1,36,000 છે. હાલ તાલુકા પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના મામલે તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરિપરાની રાહબરીમાં પીએસઆઇ બી.આર.ભરવાડ,એ.એસ.આઇ. હરપાલસિંહ જાડેજા, કૌશેન્દ્રસિંહ ઝાલા,મયુરસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા અને શિવભદ્રસિંહ ગોહિલ સહીતના એ કામગીરી કરી હતી.
