ધ્રોલના ઇટાળા ગામે સાસરીયુ ધરાવતી પરિણીતા કોઠારીયા ચોકડી પાસે આવેલા વિજયનગરમાં માવતરે હતી ત્યારે સાસરીયાના વાંજીયાપણાના મેણાથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ધ્રોલના ઇટાળા ગામે સાસરીયુ ધરાવતી સંગીતાબેન રાજેશભાઇ મુંગરા નામની 39 વર્ષની પરિણીતા કોઠારીયા ચોકડી પાસે આવેલા વિજયનગરમાં માવતરે હતી ત્યારે રાત્રીના 9 વાગ્યા અરસામાં ઝેરી દવા પી લીધી હતી પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં સંગીતાબેનના 15 વર્ષ પૂર્વે લગ્ન થાય છે. અને તેમને સંતાન પ્રાપ્તી નહીં થતા સાસરીયાના વાંજીયાપણાના મેણા ટોણાથી કંટાળી રીસામણે આવેલી પરિણીતાએ ઝેરી દવા પીધી હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં સંતકબીર રોડ ઉપર કનકનગરમાં રહેતા ધવલ અરવિંદભાઇ રાઠોડ નામના 24 વર્ષના યુવાને કામ ધંધો નહીં મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
