ધાર્મિક સ્થાન બનાવવા પરિવારે ષડયંત્ર કરી ફથ્થરનું તૂત ઊભું કર્યુ : પરિવારે તર્કટની કબૂલાત આપી માફી માગી પથ્થરનું વિસર્જન કર્યુ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામમાં ત્રણ દિવસથી પથ્થર પડવાની ઘટનાએ અફવાનું કેન્દ્ર બનતા જાગતોએ ભારત જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતાં રૂૂબરૂૂ મુલાકાત કરતા ગામના મોહન સામત ખેતરીયાના પ્રપંચ, નાટકનો ભાંડાફોડ કર્યો હતો. ધાર્મિક સ્થળ બનાવવા માટે બોગસ વાર્તા ઉભી કરતાં ચોટીલા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કબુલાતનામું, માફી માગતા પરિવારને નીચાજોણું થયું હતું. જાથાનો 1269મો સફળ પર્દાફાશ થયો હતો.
બનાવની વિગત પ્રમાણે ચોટીલા પાસેના ત્રંબોડા ગામમાં દલિત વાસમાં રહેતા મોહન સામતભાઈ ખેતરીયાના ઘરમાં બે દિવસથી એકાએક આકાશમાંથી પથ્થર પડવાની ઘટનાએ ચર્ચાનું સ્થાન લીધું હતું. તેમનું પથ્થર નળીયા ઉપર પડવા છતાં કશું જ નુકશાન થતું ન હતું. સ્લેબ ઉપર પથ્થર પડતા અંદરના ભાગે પથ્થર આપોઆપ આવી જતાં હતાં. લોકો અચંબિત થઈ ગયાં હતાં. આશરે સત્યાવીસ નાના-મોટા પથ્થરને એકઠા કરી માતાજીના મઢ પાસે રાખી લોકોમાં તરેહ તરેહની વાતો થવા લાગી હતી. આ પથ્થરનો મહિમા બતાવી ધાર્મિક સ્થળ બનાવવાના માટે વાત મુકી ફંડ-ફાળાના દિવસો નકકી કરવા ભુવા મંડળીને બોલાવવામાં આવી હતી. તેમણે વિધિ કરતાં બે દિવસ પછી પથ્થર આપોઆપ પડવાનું બંધ થઈ ગયું હતું.
જાથાના ચેરમેન જયંત પંડયાએ માહિતીના આધારે તુરંત ભાનુબેન ગોહિલ, અંકલેશ મનસુખભાઈ, ગુલાબસિંહને ગામમાં મોકલતા પથ્થર પડવાની ઘટના નર્યુ ભૂત છે. બાજુના કોઈપણ મકાનમાં અવાજ આવતો નથી. ઘરના જ સદસ્યોનું કાવત્રું છે. તેવી હકીકત આપી હતી. પુરાવા મળી જતા પર્દાફાશનું નકકી થયું હતું.
રાજકોટથી જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાના વડપણ હેઠળ અંકલેશ ગોહિલ, રોમિત રાજદવે, ગુલાબસિંહ ચૌહાણ, ભાનુબેન ગોહિલ, ચોટીલાના જાથાના સદસ્ય અજયભાઈ શાહ, સ્થાનિક શુભેચ્છકો વિનુભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ વાઘેલા, ડાયાભાઈ ભાણાભાઈ, પ્રવિણભાઈ પરમાર, દિનેશભાઈ મારૂૂ, વિકાસભાઈ વાઘેલા, ભરતભાઈ પરમાર, વિપુલભાઈ પંચાલ, મહમદભાઈ મકવાણા, એમુ મકવાણા, અજયભાઈ સહિત કાર્યકરો ચોટીલા પોલિસ સ્ટેશને પહોંચી ગયા. ત્યાંથી પોલિસ જીપ્સી સાથે એ.એસ.આઈ. વિજયસિંહ ખુમાનસિંહ, હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ ગણપતભાઈ, પોલિસ કાફલો ત્રંબોડાના મોહનભાઈના ઘરે પહોંચી ગયો હતો.
ત્રંબોડાના મોહન ખેતરીયા હાજર ન હોવાથી બોલાવવામાં આવ્યાં, પરિવારજનો અંધશ્રધ્ધામાં ગળાડૂબ હતાં, દાદાનું સ્થાનક બનાવવું છે. આ ચમત્કારિક પથ્થરનો તેમાં ઉપયોગ કરવાનો છે. બાદ મોહનભાઈ આવી જતા પરિચય જાથાનો આપ્યો, પરિસ્થિતિ પામી ગયેલાએ તરત જ માફી માંગવાનું શરૂૂ કરી દીધું.
જાથાના જયંત પંડયાએ મોહનભાઈના પરિવારને જણાવ્યું કે, પહેલા ગરીબાઈમાંથી બહાર આવો. પથ્થરના ગતકડા કરવાની જરૂૂર નથી, પોતે બિમારીમાં સપડાયેલ હોય ફંડફાળા જ મુનાસીબ માન્યું હતું. ગામમાંથી એકપણ ગ્રામજન પડખે આવ્યું ન હતું. બધાએ તૂત છે તેથી જાથા બરાબર કરે છે. મોહનભાઈ સદંતર ભાંગી પડયાં હતાં. ખરે સમયે કોઈ મદદે આવ્યું ન હતું. ચમત્કારિક બનાવના પથ્થર બંને ભાઈઓએ સ્થાનક પાસેથી લઈ વિસર્જન કરી દીધું હતું. જાથાના સદસ્યોની ટીમ વચ્ચે જાહેરમાં માફી માંગી લીધી, જાથાએ અટકાયતી પગલાનો પત્ર પોલીસને આપ્યો ન હતો, મોહનભાઈ અતિ દરિદ્ર અવસ્થામાં જીવતા હોય તેવું લાગ્યું હતું.
ચોટીલા ગામના વિનુભાઈ વાઘેલા, દિનેશભાઈ મારૂૂ, બી. ડી. ચાવડા, દિનેશભાઈ વાઘેલા મિત્ર મંડળે મોટુ મન રાખી એકવાર માફી બક્ષવા જાથાને વાત કરી હતી. બિમાર હોય પોલિસ સ્ટેશને લઈ જવું નહિ તેવું જાહેર કર્યુ હતું. મામલો થાળે પાડયો હતો.
