22 વર્ષથી ધતિંગલીલા ચલાવતા ભૂઇ-ભૂવાનો પર્દાફાશ કરતું જાથા

દ્વારકા બસ સ્ટેશનની સામે, એકતા ગરબી ચોકમાં ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી 22 વર્ષથી દોરા-ધાગા, ભસ્મ-દાણા આપવા, ધૂણવાની તાલીમ આપતી ભુઈ ધનબાઈ, ભુવા ગોરધનભાઈ લુનાવીયાની ધતિંગલીલા…

દ્વારકા બસ સ્ટેશનની સામે, એકતા ગરબી ચોકમાં ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી 22 વર્ષથી દોરા-ધાગા, ભસ્મ-દાણા આપવા, ધૂણવાની તાલીમ આપતી ભુઈ ધનબાઈ, ભુવા ગોરધનભાઈ લુનાવીયાની ધતિંગલીલા ભાર જન વિજ્ઞાન જાથાની ટીમે દ્વારકા પોલીસ સ્ટેશનની મદદથી 1262 મો સફળ પર્દાફાશ કર્યો હતો. રાજકોટ ભક્તિનગર સોસાયટીમાં રહેતા પલાણ પરિવારે 18 લાખ રૂૂપિયા આપી ભુઈને મંદિર સાથે ઘર રીપેરીંગ કરી દીધાનું બહાર આવ્યું હતું. ભુઈ-ભુવાની પાખંડલીલા બંધ કરાવતા સમગ્ર શહેરે રાજીપો વ્યકત કર્યો હતો.

બનાવની વિગત પ્રમાણે છેલ્લા બે માસથી જાયાના કાયાલયે રૂૂબરૂૂ અને ટેલીફોનથી દ્વારકાની ભુઈ ધનબાઈ, ભુવા ગોરધનભાઈના ધતિંગ સંબંધી માહિતીમાં ભુઈ નવી ભુઈમા તૈયાર કરવા 6 પ્રકારના બાના પહેરાવી ધૂણવાની તાલીમ આપે છે. શરીરમાં ધીમે ધીમે ધ્રુજારી લાવવાની શીખવી નવી ભુઈને પોતાના પરિવારમાં આધિપત્ય આપવાનું શીખવે છે. જુવારના દાણા આપી રોગ મટાડવા સાથે જોવાનું કામ કરે છે. ભસ્મ પીવડાવી, નજર લાગવી, મેલીવિદ્યા દૂર કરવાનું કામ કરી શ્રધ્ધાળુની શકિત મુજબ દસ હજાર થી દસ લાખનો ખર્ચ કરાવે છે.

જાથાના ચેરમેન જયંત પંડયાએ ખરાઈ કરવા બે મહિલા સહિત પરિવારે મોકલતા ધનબાઈ ભુઈમાએ સમસ્યાના ઉકેલ માટે બાળકો જમાડવા, માંડવા કરવાના ખર્ચ દસ થી વીસ હજાર આપ્યો હતો. ભુવા ગોરધનભાઈએ મેલીવિદ્યા દૂર કરવા લોઢાની સાંકળ ઉપાડી પ્રયોગ શરૂૂ કરે તે પહેલા ડમી માણસોને વાત ફેરવવી પડી હતી. જાથાના માણસો સાંકળનો માર ખાવામાં માંડ માંડ બચ્યા હતા. પુરાવા મળી જતા પર્દાફાશનું નક્કી થયું હતું. જાથાના જયંત પંડયા, ટીમ અને પોલીસ સ્ટાફ એકતા ગરબી ચોકમાં ભુઈ ધનબાઈના ઘરે પહોંચી ગયા. સવારના ભુઈના ઘરે પાંચ-છ લોકો જોવડાવવા બેઠા હતા.

બપોર પછી બે મહિલા જોવડાવતી હતી. તેમણે બે હજાર, ચાર હજાર રકમ મુકી હતી. જોવાનું કામ ચાલુ હતું. જાથાએ પરિચય આપી ભુઈ-ભુવાને જણાવ્યું કે તમારા વીસ થી બાવીસ વર્ષથી ચાલતા ધતિંગ બંધ કરાવવા આવ્યા છીએ, દાણા-ભસ્મ પીવડાવું, બિમારને સારવારમાં બાધા નાખવી, માતાજીના બાના પહેરાવી નવી ભુઈમા સ્થાપવી, ધૂણવાનું શીખવવું જેનાથી સમાજનું અહિત થાય છે. અમુક પ્રવૃત્તિ નવા વિધૈયક મુજબ ગુન્હાને પાત્ર છે. ભુઈમાના અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા, હિંમત આપવી પડી. ગળામાં પાણીનો સોસ પડતો હતો. જાથાએ મદદ કરી હતી. ખરે સમયે માતાજી મદદે આવ્યા ન હતા.

બંને ભાંગી પડયા. કાયમી દોરા-ધાગા, દાણા-ભસ્મ આપવું બંધની જાહેરાત કરી દીધી. સ્થળ ઉપર હાથ જોડી પગે લાગવાનું શરૂૂ કરી દીધું હતું.
કબુલાતનામામાં હું ધનબાઈ, ભુવા ગોરધનભાઈ નારણભાઈ લુનાવીયા, આલબાઈ માતાજી, ગાત્રાળ માતાજીની સેવા-પૂજા કરીએ છીએ. લોકોના દુ:ખ-દર્દ, દાણા જોવાનું કામ કરતા હતા. આજથી છેલ્લા 20 થી 22 વર્ષથી ઘરમાં માતાજીના સ્થાનકે જોવાની તમામ પ્રવૃત્તિ બંધની જાહેરાત કરીએ છીએ. લોકોની માફી માંગી જોવાનું બંધની જાહેરાત કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *