કચ્છ માતાના મઢે કાલે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ

રાજાબાવા યોગેન્દ્રસિંહ હવનમાં બીડું હોમશે: ભક્તોને મા આશાપુરાના લાઇવ દર્શન કરવા ઓનલાઇન વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં…

રાજાબાવા યોગેન્દ્રસિંહ હવનમાં બીડું હોમશે: ભક્તોને મા આશાપુરાના લાઇવ દર્શન કરવા ઓનલાઇન વ્યવસ્થા

ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરા શકિત પીઠ ખાતે આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. માં આશાપુરાનું 19 મી સદીનું ભવ્ય તિર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાયકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાન ગાતા માં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા વિશ્વાસ સાથે માઇ ભકતો દર્શન કરવા આવે છે. માં આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની વિશાળ ધજા છે.

નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્ય મંદિર 58 ફુટ લાંબુ અને 32 ફુટ પહોળો છે. માં આશાપુરાની વિશાળ કદની 6 ફુટની મૂર્તિ છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે. લાખોની સંખ્યામાં માંની માનેલ માનતા અને શ્રધ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે. ચૈત્રીસુદ-7, તા.25.03.2026, બુધવાર, રાત્રીના 08:30 કલાકે રાજા બાવા યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને ગોર મહારાજ દેવકૃષ્ણ મુળશંકર જોષી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દેવી દેવતાઓને વિશેષ પુજા અર્ચના દરેક દેવતાઓને આહવાન આપી ફળ, કુલોની હોમાદિક ક્રિયા આહુતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્ર્લોક, સંક્રાતિપાઠ, માના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભક્તિમય બની જાય છે. મધ્યરાત્રીએ રાજાબાવા યોગેન્દ્રસિંહજી રાત્રીના ઠેરઠ કલાકે ઉગતી આઠમે હવનમાં બીડુ હોમશે. સમગ્ર વાતાવરણ માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે. ભૂવા તરીકે ગજુભા ચૌહાણ તથા દીલુભા ચૌહાણ સેવા આપે છે.

માં આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદર જ હનુમાનજી, ગણેશજી. શંકર-પાર્વતી, ચાચરા ભવાની, ખેતરપાળ દાદા તેમજ બાજુમાં હિંગળાજ માનું ભવ્ય મંદિર આવેલ છે. આરતીનો સમય સવારના 5 વાગ્યે મંગળા આરતી, સવારે 9:00 કલાકે ધૂપ આરતી સાંજની સુર્યાસ્ત સમય મુજબ કરવામાં આવે છે. ભાવિકોને વિનામૂલ્યે જમવા તથા રહેવાની સગવડ પુરી પાડવામાં આવે છે. માં આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરે છે. માં આશાપુરાના ભકતોને લાઇવ દર્શન તથા હોમાદિક ક્રિયા વિધિના દર્શન કરવા માટે WWW. MATA NAMADH.ORG વેબસાઇટ દ્વારા આપ નીહાળી શકાશે. માતાના-મઢ ટ્રસ્ટીગણ સેવકો નવરાત્રી દરમ્યાન દિવસ રાત સેવા આપે છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટઓ બેગરાજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, તથા સેવકગણ ખંત પૂર્વક સેવા આપે છે.

માતાના મઢ ટ્રસ્ટીગણની દરેક દર્શનાર્થીઓને સૂચના હિંદુ ધર્મ રીવાજ વર્ષ પરિધાન પહેરવા, ધુમ્રપાન, નશાકારક પદાર્થે નિષેધ છે. સ્વચ્છતા જાણવવા સાથે સહકાર આપવા દરેક ભાવિકોને વિનંતી. માતાજીના પરમ ભકત મથુરસિંહ જાડેજા, ચૌહાણ પરિવાર, કાર્યકરો તથા સેવકગણ ખંત પૂર્વક સેવા ચાકરી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *