દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

રાજકોટ શહેરના ટાગોર રોડ દિનેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને દોઢ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર મહિલા એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં આપઘાતનું કારણ…

રાજકોટ શહેરના ટાગોર રોડ દિનેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને દોઢ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર મહિલા એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં આપઘાતનું કારણ જાણવા તજવીજ શરૂૂ કરી છે.તેમજ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ,ટાગોર રોડ દિનેશ એપાર્ટમેન્ટમાં રહેતા નિકિતાબેન પિયુષભાઈ વેગડા(ઉ.26)એ પોતાના ઘરે જ બાથરૂૂમમાં ગળેફાંસો ખાઈ લેતા તેમને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.આ અંગે એ ડિવિઝન પોલીસના પીએસઆઇ બારડીયા તપાસ ચલાવી રહ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે,નિકિતાબેનના લગ્નને દોઢ વર્ષ થયું છે.તેમના પતિ સોલાર કંપનીમાં કામ કરે છે.લગ્ન બાદ તેમના માતા પિતા તેમને બોલાવતા નોહતા અને તેઓએ પતિ સાથે કોઈ અણબનાવને કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *