ગાંધીધામમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારી લોનના રૂપિયા 18.25 લાખ પડાવી લીધા

તામિલનાડુના શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ ગાંધીધામના બી-ડિવિઝન પોલીસ મથકે એક યુવતીએ તમિલનાડુના શખ્સ અને તેના પરિવાર વિરુદ્ધ વિશ્વાસઘાત અને શારીરિક શોષણની ગંભીર ફરિયાદ બી-ડિવિ.…

તામિલનાડુના શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ

ગાંધીધામના બી-ડિવિઝન પોલીસ મથકે એક યુવતીએ તમિલનાડુના શખ્સ અને તેના પરિવાર વિરુદ્ધ વિશ્વાસઘાત અને શારીરિક શોષણની ગંભીર ફરિયાદ બી-ડિવિ. પોલીસ મથકે નોંધાવી છે. આરોપીએ લગ્ન અને બિઝનેસના બહાને યુવતી પાસે ગોલ્ડ લોન કરાવી રૂૂ. 18.25 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.

ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદને ટાંકી બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, જાન્યુઆરી 2015 થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન તામિલનાડુના આરોપી બદ્રી વેન્કટેશન નારાયણે અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને કાવતરું રચ્યું હતું. આરોપીએ 27 વર્ષીય યુવતીને વિશ્વાસમાં લીધી હતી. તેણે લગ્ન કરવાના અને બિઝનેસમાં નાણાંની જરૂૂર હોવાનું જણાવી યુવતી પાસે તેના નામે ગોલ્ડ લોન તેમજ પર્સનલ લોન કરાવી હતી.આરોપી વેન્કટેશને યુવતીના ઘરે રોકાઈને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.

લગ્નની અને સગાઈની ખાતરી આપીને તેણે લોન પેટે મળેલા કુલ રૂૂ. 18.25 લાખ રોકડા પડાવી લીધા હતા. અંતે લગ્ન ન કરી વિશ્વાસઘાત કરતા યુવતીએ તામિલનાડુના બદ્રી વેન્કટેશન નારાયણ,દિનેશ,પૂજાગીરી અને લતા વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પીએસઆઈ એલ.એન. વાઢીયાએ આ કેસની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *