કાલાવડના ધુનધોરાજીમાં યુવતીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

  થાનમાં યુવાન અને ઉપલેટામાં વૃધ્ધ ઉપર હુમલો કાલાવડના ધનધોરાજીમા યુવતીએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા…

 

થાનમાં યુવાન અને ઉપલેટામાં વૃધ્ધ ઉપર હુમલો

કાલાવડના ધનધોરાજીમા યુવતીએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત અનુસાર કાલાવડના ધન ધોરાજીમા રહેતી પૂજાબેન ભીમાભાઇ ધોરડીયા નામની ર7 વર્ષની યુવતીએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને સારવાર માટે ઉપલેટા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી.

અન્ય બનાવમા થાનમા રહેતો કેતન મનસુખભાઇ રાઠોડ નામનો રર વર્ષનો યુવાન મધરાત્રીના ભગતસિંહ માર્કેટ પાસે હતો ત્યારે પ્રતિક પરમાર અને દિલીપ પરમાર સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે હુમલો કર્યો હતો. જયારે બીજા બનાવમા ઉપલેટામા જીલ મીલ ચોકમા નાથુગીરી ઝવેરગીરી અપારનાથી (ઉ.વ. 74) સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. મારામારીમા ઘવાયેલા યુવાન અને વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *