રાજુલાના દાતરડીના પુલ પાસે દારૂૂ પકડાવવાનું મનદુ:ખ રાખી વિસળીયાના બે જુથ વચ્ચે કુહાડી, ધારિયા અને પાઈપ જેવા હથિયારો વડે ધીંગાણું સર્જાયું હતું. આ મારામારીમાં 9થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જે અંગે સામસામી 13 લોકો સામે મારામારીની ડુંગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
રાજુલાના વિસળીયામાં રહેતા કિશોર કરશનભાઈ સાંખટ (ઉ.વ.36)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના મામાના દિકરા દિપકભાઈને સંજય બારૈયા નામના શખ્સ સાથે બે દિવસ પૂર્વે બોલાચાલી થઈ હતી.
ઉપરાંત લવજી બારૈયા અને વાઘજી બારૈયાનો દારૂૂ બે વર્ષ પહેલા પકડાયેલો હોવાનું મનદુ:ખ રાખી લાલજી બારૈયા, કરશન બારૈયા, લવજી બારૈયા, વાઘજી બારૈયા, સંજય બારૈયા, રજની બારૈયએ દાતરડીના પુલ પાસે ધસી આવી કુહાડી, ધારિયા અને પાઈપ વડે કિશોર સાંખટ પર હુમલો કર્યો હતો.
આ ઉપરાંત આણંદ, બચુ, ભગવાન, ગોપાલ, દિપક અને હિરેનને પણ માર મારતા ઈજા પહોંચી હતી.
બીજી તરફ વાઘજી ભગવાન બારૈયા (ઉ.વ.48)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે દિપક ભગવાન બાંભણીયા, હિરેન ભગવાન બાંભણીયા, ગોપાલ કનુ બાંભણીયા, કિશોર કરશન સાંખટ, આણંદ ગાંડા બાંભણીયા, બચુ ગાંડા બાંભણીયા, ભગવાન લાખા બાંભણીયાના સગા ગંભીર કાના બાંભણીયા વિરૂૂદ્ધ તેણે ત્રણ મહિના પહેલા પોલીસ ફરિયાદ કરી હતી.
જે બાબતનું સમાધાન કરવાનું કહ્યું હતું. પરંતુ વાઘજી બારૈયાએ સમાધાન કરવાની ના પાડતા 7 શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડી વડે માર માર્યો હતો. બંને પક્ષે મારામારીની 13 લોકો સામે ડુંગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પીઆઈ વી.એસ.પલાસ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
