જૂનાગઢમાં મામા-ફઇના ભાઇઓ વચ્ચે નજીવી બાબતે ડખ્ખો, યુવકની હત્યા

‘તમે અમારી કેમ જાસૂસી કરો છો’ કહી ઝઘડો કર્યો: ત્રણ સગા ભાઇ સહિત ચારની ધરપકડ શહેરના કુંભારવાડા વિસ્તારમાં -ફઈના ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ 1 યુવાનની…

‘તમે અમારી કેમ જાસૂસી કરો છો’ કહી ઝઘડો કર્યો: ત્રણ સગા ભાઇ સહિત ચારની ધરપકડ

શહેરના કુંભારવાડા વિસ્તારમાં -ફઈના ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ 1 યુવાનની હત્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
શહેરમાં માત્રી રોડ, કુંભારવાડામાં બાલમશા ડેલામાં રહેતા મહમદઇલ્યાસભાઇ મહમદહુસેન ભાઈ મહીડાની પોલીસ ફરિયાદ અનુસાર, ગત તા. 19 જૂનના રોજ તેના માંગરોળ ખાતેથી ફઈ ફાતિમાબેન બીમાર હોય જેથી અમીરહુસેનના ઘરે આવ્યા હતા. જેથી તેમની ખબર કાઢવા મહમદઈલીયાસના માતા અમીનાબેન ફાતિમાબેનની ખબર પૂછવા અમીરહુસેનના ઘરે ગયા હતા.

જ્યાં અમીરહુશેને ’તમે અહીં જાસૂસી કરવા આવ્યા છો’ તેમ કહી ઝઘડો કર્યો હતો. આ મનદુ:ખની અદાવત રાખી ગત તારીખ 22 જૂનના રોજ રાત્રે નવેક વાગ્યે ફઇનો દીકરો દિલાવર અલીભાઇ રવન્ના, શેહબાઝ અમીરહુશેન રવન્ના, સુલતાન રવન્ના અને સાહિલ રવન્નાએ પાઇપ સાથે ઘરે આવી મહમદઇલિયાસ પુત્ર ફરહાન, રેહાન, ભાણેજ ઝૂફિયાન, ભાઈ ઈમ્તિયાઝ અને પત્ની શેરબાનુ તથા માતા પિતા સાથે ઝઘડો ઢીકાપાટુનો માર માર્યો હતો. આ માથાકૂટ દરમિયાન શેહબાઝ અમીરહુસેને ઇમ્તિયાઝભાઇને માથાના પાછળના ભાગે લોખંડનો પાઇપ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘટના બાદ તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.

જ્યાં સમાજ અગ્રણીઓની મધ્યસ્થીથી શરૂૂઆતમાં સમાધાન થયું હતું. હુમલા દરમિયાન માથામાં થયેલી ગંભીર ઇજાના કારણે ઇમ્તિયાઝ ભાઇની તબિયત અચાનક બગડતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને ફરી હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. એ ડિવિઝન પોલીસે બુધવારે મોડી રાત્રે મહમદઈલીયાસ મહિડાની ફરિયાદના આધારે 4 શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

ગણતરીની કલાકોમાં આરોપીઓની ધરપકડ શહેરના કુંભારવાડામાં યુવકની હત્યા મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં એ ડિવિઝન પીઆઇ એ. બી. ચૌધરી, પીએસઆઇ વાય. એન. સોલંકીની તુરંત તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપીઓ દિલાવર અલીભાઈ રવન્ના, શેહબાઝ અમીરહુસેન, સુલતાન અને સાહિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *