પાટડીના સિધ્ધસર ગામે મજૂરી કરતી એમપીની શ્રમિક મહિલા પર ખેતરમાં દુષ્કર્મ

પાટડી તાલુકાના સિધ્ધસર ગામે મજૂરી કરવા આવેલી મધ્યપ્રદેશની 21 વર્ષીય પરપ્રાંતિય મહિલા પર ખેતરમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે મહિલા…

પાટડી તાલુકાના સિધ્ધસર ગામે મજૂરી કરવા આવેલી મધ્યપ્રદેશની 21 વર્ષીય પરપ્રાંતિય મહિલા પર ખેતરમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે મહિલા એકલી જીરું ઉપાડી રહી હતી ત્યારે એક યુવાને આ કૃત્ય આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મધ્યપ્રદેશની વતની પર પ્રાંતિય મહિલા તેમના પતિ અને અન્ય એક પરિવાર સાથે રક્ષાબંધન બાદ ખેતીકામ માટે પાટડી પંથકમાં આવ્યા હતા. તેઓ ગામડાના એક ભાઈના 30 વીઘાના ખેતરમાં ભાગીદારીમાં જીરાનું વાવેતર કરી મજૂરી કરતા હતા.

ઘટનાના દિવસે, મહિલાના પતિ અને એમનો સાથી જીરાનો પાક ઉતારવા ખેતર માલિકના ઘરે ગયા હતા, જ્યારે અન્ય મહિલા બાજુના ખેતરમાં મજૂરી કરવા ગયા હતા. આથી મહિલા ખેતર માલિકના ખેતરમાં બાકી રહી ગયેલું જીરું એકલા ઉપાડી રહ્યા હતા. આશરે બપોરના બાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
તે સમયે એક યુવાન તેમની પાસે આવ્યો હતો અને પાછળથી બાથ ભરી બળજબરીપૂર્વક તેમને નીચે પાડી દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય બાદ યુવાને મહિલાને ધમકી આપી હતી કે જો તે કોઈને આ વાત જણાવશે તો તેને અને તેના પતિને જાનથી મારી નાખશે. ધમકી આપીને યુવાન ત્યાંથી નાસી છૂટ્યો હતો.આ બનાવ અંગે મહિલાએ રવીભાઈ રાજેશભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇન્ચાર્જ પીઆઈ એ.કે. વાઘેલા આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *