સાયલાના ઇશ્ર્વરિયા ગામે પાનની દુકાનમાં 3 વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ પકડાયો

સાયલના ઇશ્વરિયા ગામે પોલીસે 3 વર્ષથી પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે. ક્લિનીકમાંથી 6 મહિનાથી 2 વર્ષ જૂની એક્સપાયરી થયેલી ફંગલ ઇન્ફેક્શન, ચામડીના રોગ,…

સાયલના ઇશ્વરિયા ગામે પોલીસે 3 વર્ષથી પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે. ક્લિનીકમાંથી 6 મહિનાથી 2 વર્ષ જૂની એક્સપાયરી થયેલી ફંગલ ઇન્ફેક્શન, ચામડીના રોગ, પાવડર અને સાબુનો સ્ટોક હતો. પોલીસે રૂૂ.68,234 કિંમતની એલોપેથી દવાનો જથ્થો જપ્ત કર્યો છે.

સાયલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ.વી. દવેના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ અજીતસિંહ પરમાર, હરપાલસિંહ ઇન્દ્રસિંહ પરમાર તથા ગોપાલભાઈ મુળજીભાઈ સોરઠિયા પેટ્રોલિંગમાં હતા ત્યારે ઈશ્વરિયા પ્રાથમિક શાળા પાસે આવેલી કુલદેવી પાન સેન્ટરની દુકાનમાં એક વ્યક્તિ કોઈપણ પ્રકારની માન્ય ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. નાગડકા પીએચસીના મેડિકલ ઓફિસર ડો. ટી.બી. રાવલ ને સાથે રાખી રેડ કરવામાં આવી હતી. જેમાં દુકાનમાંથી સારવારના સાધનો, વિવિધ એલોપેથી દવાઓ અને મેડિકલ વેસ્ટ મળી આવ્યા હતા.

પૂછપરછમાં આરોપીનું નામ જુની હાઉસિંગ બોર્ડ, અલંકાર સિનેમા પાછળ, સુરેન્દ્રનગરના 39 વર્ષના કમલેશભાઈ જીવરાજભાઈ લડવા હોવાનું સામે આવ્યું હતું. આરોપી પાસે એલોપેથી પ્રેક્ટિસ કરવા માટેનું કોઈ સર્ટિફિકેટ કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ન હોવાનું બહાર આવ્યું હતું. મેડિકલ ઓફિસરે સ્થળ પરથી મળી આવેલી 37 પ્રકારની એલોપેથી દવાઓની યાદી તૈયાર કરી, જેની કુલ કિંમત રૂૂ. 68,234 હોવાનું નિર્ધારિત કર્યું હતું. માત્ર ડિગ્રી વગર જ નહીં, પરંતુ માનવજીવન માટે અત્યંત જોખમી એવી મુદત વીતી ગયેલી 2 વર્ષ જૂની (એક્સપાયરી ડેટ) દવાઓનો વધુ પ્રમાણમાં જથ્થો પણ આ બોગસ ડોક્ટર પાસેથી મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. ફંગલ ઇન્સફેકશની દવાઓ, ચામડીના ચેપ ન લાગે તેના માટેનો પાવડર અને સાબુનો સ્ટોક વધુ હતો, વીગોનો સ્ટોક વધુ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *