ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સોલડી ટોલનાકા નજીક દેહવ્યાપારમાં ગ્રાહક બાબતની રકઝક હત્યામાં પરીણમી છે. મૂળ કલકત્તાની યુવતીને છરીના ત્રણ ઘા મારતાં મોત નીપજ્યું હતું. પોલીસે ધોળીધારના યુવકને છરી સાથે ઝડપી લીધો હતો.
સોલડી ટોલનાકા પાસે બાવળી રોડ ઉપર અવાવરૂૂ જગ્યામાં બે વર્ષથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો.
ધ્રાંગધ્રા કાપેલી ધાર વિસ્તારમાં રહેતો મેરૂૂભાઇ વીઠ્ઠલભાઇ વાઘેલા પણ અહીં યુવતી લાવીને ધંધો કરાવતો હતો. ગ્રાહક આવ્યા ત્યારે મેરૂૂભાઇએ કહ્યું કે, આ મારા ગ્રાહક છે. જેને લઇ બોલાચાલી થતાં (શકીનાબેન) નામ બદલેલ છે. મેરૂૂભાઇને બે થપ્પડ મારી દીધી હતી. આથી ઉશ્કેરાઇ છરી કાઢીને 3 ઘા મારતાં 30 વર્ષીય યુવતીનું મોત થઇ ગયુ હતું. બરડામાં 2 ઘા અને છાતીમાં દોઢ ઇંચનો ઘા છેક હ્દય સુધી પહોંચી જતાં જીવલેણ સાબિત થયો હતો.
ટોલનાકાની બાજુમાં આ ગોરખધંધા બે વર્ષથી ચાલતા હતા.યુવતીઓ રાત્રીના સમયે અમદાવાદથી ઇકો ગાડી લઇને આવતી હતી.સવારે પરત અમદાવાદ જતી રહેતી હતી. યુવતીઓ અવાર-નવાર બદલાતી રહેતી હતી. ગોરખધંધાને કારણે આજુબાજુના લોકો પણ ત્રાસી ગયા હતા. અંતે પાપનો ઘડો ફૂટી ગયો હતો.
