રાજ્યમાં માવઠાની મોકાણ વચ્ચે ઠંડીના કાતીલ રાઉન્ડનો પ્રારંભ

વાદળા હટતા જ ઠંડીનો ચમકારો દેખાયો, નલિયા 10.8 અને રાજકોટમાં 14.0 સે. તાપમાન ગુજરાતમાં અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ ઉત્તર ભારતમાં…

વાદળા હટતા જ ઠંડીનો ચમકારો દેખાયો, નલિયા 10.8 અને રાજકોટમાં 14.0 સે. તાપમાન

ગુજરાતમાં અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી સંકટ તોળાઈ રહ્યું છે. આગામી 24થી 48 કલાક રાજ્યના હવામાનમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે. વચ્ચે ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ, ડાંગ અને તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે. આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

ઉત્તર ભારતમાં સક્રિય થયેલા પ્રબળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર ગુજરાતના આકાશમાં વાદળોની અવરજવર વધી છે. આ સિસ્ટમને કારણે તાપમાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે. અત્યારે પવનની દિશા ઉત્તર તથા ઉત્તર-પૂર્વીય હોવાથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં અત્યારે શિયાળાની અસલી ઠંડી ગાયબ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં આજે નલિયા 10.8, ડીસા 13.3, ગાંધીનગર 13.5, રાજકોટમાં 14.0 સે.તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, વાદળો હટતાની સાથે જ તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળશે. લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આને કારણે રાજ્યમાં કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂૂ થશે અને લોકોએ સ્વેટર-મફલર તૈયાર રાખવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *