હુમલાખોરોને સાથે રાખી સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રી-ક્ધસ્ટ્રકશન કરાવતી ગાંધીગ્રામ પોલીસ
શહેરના રૈયારોડ ઉપર આવેલ નહેરૂૂનગરમાં મકાન ખાલી કરાવવા ભોમેશ્વરની ટોળકીએ આતંક મચાવી નજીક આવેલ ફૌજી રેસ્ટોરેન્ટમાં તોડફોડ કરી હતી આ હુમલામાં આમ આદમી પાર્ટીના કાર્યકર સહીતની ટોળકીની સંડોવણી ખુલી હતી. ઘટનાને પગલે પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી ભર્યો માહોલ સર્જાયો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ભાડુઆતની ફરિયાદ પરથી 15 સામે ગુનો નોંધ્યો હતો. હુમલાખોરોમાંથી એકને બનાવની રાતે જ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા બાદ ગઈકાલે આ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર સહીત વધુ ત્રણની ધરપકડ કરી હતી. ત્રણેય લુખ્ખાઓની સરભરા કરી ગાંધીગ્રામ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું તેમજ ઘટના સ્થળે લઇ જઈ સરઘસ કાઢી ઘટનાનું રી-ક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું. ત્રણેય લુખ્ખાનો વરઘોડો જોવા લોકોના ટોળા ભેગા થયા હતા.
આ બનાવમાં નહેરૂૂનગર રજાનગર શેરી નં રમાં રહેતા રોજીનાબેન સમીરહુસેશ સૈયદે ગાંધીગ્રામ પોલીસમાં આપનો નેતા અહેમદ ઉર્ફે આમભાઈ સાંધ, ઈશુ ડાડો, અજીત ઉર્ફે ટકો, સદામ દલવાણી, ફારૂૂક શેખ તથા તેની સાથેના અન્ય દસેક અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, નહેરૂૂનગરમાં આવેલ લાલબાપુ બુખારીના મકાનમાં રોજીનાબેન છેલ્લા પંચાસેક વર્ષથી ભાડે રહેતા હોય જેથી ઉપરોકત ટોળકીએ મકાન ખાલી કરાવવા હવાલો લઈ મકાન ખાલી કરાવવા મહિલાના ઘરે ઘુસી જતા પાડોશમાં રહેતા અને રઝાનગર-1 મસ્જીદ સામે ફૌજી રેસ્ટોરેન્ટ ધરાવતા ઈમરાનભાઈ ટોળકીને સમજાવતા જતા ટોળકીએ તેની સામે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.બાદ તેના રેસ્ટોરેન્ટ પર જઈ તોડફોડ કરી સોડા બોટલોના ઘા કરી વિસ્તારમાં આતંક મચાવતા મામલો તંગદીલી બન્યો હતો.
ઘટનાના પગલે નહેરુનગર વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. આ ઘટના બાદ હુમલાખોર ટોળકીના સાગરીત અજીત ઉર્ફે ટકાને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા બાદ ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા અહેમત ઉર્ફે આમદ સાંધ, ઈશુ ડાડો, અને ફારૂૂક શેખની પણ ધરપકડ કરી રીમાન્ડ ઉપર પુછપરછ કરી હતી.
ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ એસ.આર.મેઘાણી અને પી.એસ.આઈ મહેન્દ્રસિંહ જાડેજા,શબ્બીર મલિક સહિતના સ્ટાફે આમ આદમી પાર્ટીના નેતા અહેમત ઉર્ફે આમદ સાંધ, ઈશુ ડાડો, અને ફારૂૂક શેખને લઇ નહેરુનગર વિસ્તારમાં સરઘસ કાઢી ઘટનાનું રી-ક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું.
