ઈન્ચાર્જ ડીઈઓના કારણે શિક્ષકોના પ્રશ્ર્નો ટલ્લે ચડ્યાની કલેક્ટરને કરાઈ ફરિયાદ

ઈજાફા, ગ્રેડ-પે, પેન્શન સહિતના કામો નહીં થતા હોવાની રાવ રાજકોટ જીલ્લામાં ચાર્જ આપી દેતા ઇન્ચાર્જ ડી.ઇ.ઑ. નીતિવિષયક નિર્ણય લેવામાં ખૂબ સંકોચ, શરમ અનુભવતા હોવાથી તથા…

ઈજાફા, ગ્રેડ-પે, પેન્શન સહિતના કામો નહીં થતા હોવાની રાવ

રાજકોટ જીલ્લામાં ચાર્જ આપી દેતા ઇન્ચાર્જ ડી.ઇ.ઑ. નીતિવિષયક નિર્ણય લેવામાં ખૂબ સંકોચ, શરમ અનુભવતા હોવાથી તથા ચાર્જશીટ લાગવાનો ભય હોવાથી રાજકોટ જિલ્લાના શિક્ષકોના પ્રાણપ્રશ્નો જેવાકે ઇજાફા, એલટીસી બિલ, રોસ્ટરક્રમાંક, શિક્ષકોની ભરતી,ઉચ્ચતર પગાર ધોરણ, નિવૃત્તિ પેન્શન કેસ, આરટીઆઈ, ફાજલ શિક્ષક ફાળવણી શાળાઓમાં ફાયર સેફ્ટી વગેરે અંગે કોઈ કાર્યવાહી કરતાં નથી તેમજ કોઈ ફાઇલમાં સહી કરતાં નથી.


શૈક્ષણિક વર્ષ 2024-25માં રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના આશરે 50 જેટલા શિક્ષકો વયમર્યાદાને કારણે નિવૃત્ત થવાના હોવા છતાં આ શિક્ષકોના હાયર ગ્રેડ પેન્શનપેપર વર્ક,ઉ.5.ધો., ઇજાફા અંગે જિલ્લાશિક્ષણાધિકારી કચેરીએ છેલ્લા ત્રણ માસથી કોઈ કાર્યવાહી કરી નથી. અને શિક્ષકોની નિવૃત્તિ હિસાબની, ઉચ્ચ પગાર ધોરણની વર્ગઘટાડા બાદ ફાજલ શિક્ષકોની ફાળવણીની ફાઇલ ડી.ઇ.ઓ.ની તથા કેળવણી નિરીક્ષકની સહીના અભાવે ડી.ઇ.ઑ. કચેરીમાં ધૂળ ખાય છે.


તેમજ ડી.ઇ.ઓ. કચેરીના કેળવણી નિરીક્ષકો પણ ડીઈઓની ઢીલી નીતિને કારણે શાળાના આચાર્યો, શિક્ષકો, ક્લાર્કોની ફાઈલો ક્લિયર કરવામાં ઠાગાહૈયા કરીને આડોડાઈ કરે છે અને શાળાઓના પ્રશ્નો ટલ્લે ચડાવે છે.
તાજેતરમાં રાજકોટ જિલ્લાના ઓક્ટોબર માસના જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માં આપને લેખિત આ પ્રશ્નની રજૂઆત અમારા સાથી મિત્રે કી હોવા છતાં તમે ડીઈઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. જેની જાણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવનાર છે.


તેમજ આરટીઆઈ દ્વારા આ અરજી અંગે તમે જિલ્લાના શિક્ષણના હિતમાં શી કાર્યવાહી કૃ છે તેની પૂરી માહિતી માંગવામાં આવશે. તેવી રાજકોટ જિલ્લા ગ્રાન્ટેડ સ્કૂલ શિક્ષણજગત સહાયક પ્લેટ ફોર્મ દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *