ધરમનગરમાંથી બે લાખનો દારૂ – બીયર ભરેલી કાર બિનવારસી મળી

શહેરના 150 ફુટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ધરમનગરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂા. 2 લાખના વિદેશી દારૂ ભરેલી કાર બિનવારસુ કબ્જે કરી હતી.…

શહેરના 150 ફુટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ધરમનગરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂા. 2 લાખના વિદેશી દારૂ ભરેલી કાર બિનવારસુ કબ્જે કરી હતી. દારૂ સહિત રૂા. 3 લાખનો મુદામાલ કબજે કરી બુટલેગરની શોધખોળ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પીએસઆઇ એમ. કે. મોવલીયા અને તેમની ટીમના કૌશીકભાઇ ગઢવી અને તુલસીભાઇ ચુડાસમાને મળેલી બાતમીના આધારે 150 ફુટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે, ધરમનગર શેરી નં ર માં જીજે 13 એફ 1569 નંબરની કાર બિનવારસુ પડી હોય જે શંકાસ્પદ હોય કારની તલાસી લેતા તેમાથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂા. 2 લાખનો દારૂ – બિયરનો જથ્થો અને 1 લાખની કાર મળી 3 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. આર. ગોંડલીયા તથા પીએસઆઇ એમ. એલ. ડામોર સાથે પીએસઆઇ એમ. કે. મોવલીયા તથા સ્ટાફના અશોકભાઇ કલાલ, રણજીતસિંહ પઢારીયા, રમેશભાઇ માલકીયા, સંજયભાઇ દાફડા, વિજયસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, સંજયભાઇ ખાખરીયા સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *