પેટ્રોલપંપ પર હવા પુરવાનું કામ કરતા દિવ્યાંગને કાર ચાલકે કચડી નાખ્યા

રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ભાવનગર રોડ પર ગંજીવાડા વિસ્તારમાં રહેતા અને નાનપણથી…

રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ભાવનગર રોડ પર ગંજીવાડા વિસ્તારમાં રહેતા અને નાનપણથી કમરથી નીચેના બંને પગે વિકલાંગ એવા 42 વર્ષીય કાનજીભાઈ શામજીભાઈ વાઘેલા છેલ્લા બે વર્ષથી 80 ફૂટ રોડ પર આવેલા નાયરા કંપનીના મહાદેવ પેટ્રોલિયમ પંપના કંપાઉન્ડમાં બેઠા બેઠા વાહનોમાં હવા પૂરવાનું મજૂરી કામ કરતા હતા.

ગત બુધવાર, 14 ઓક્ટોબર 2026ના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેઓ હંમેશની જેમ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં બેસીને પોતાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પંપમાં ઇંધણ પુરાવીને બહાર નીકળી રહેલી એક સફેદ કલરની મહેન્દ્રા ફોર વ્હીલ કારના ચાલકે પોતાના વાહનને પૂરપાટ ઝડપે અને લોકોની જિંદગી જોખમાય તે રીતે બેદરકારીપૂર્વક ચલાવી કાનજીભાઈને જોરદાર અડફેટે લીધા હતા. કાર ચાલકે દિવ્યાંગ પ્રૌઢ પર ગાડીનું વ્હીલ ફેરવી દીધું હતું, જેના કારણે તેમના શરીરે અને છાતીના ભાગે ગંભીર પ્રકારની મૂઢ ઇજાઓ થઈ હતી.

અકસ્માતની આ ભયાનક ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા કાનજીભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ રોડ પર આવેલી શ્રી એમ. જે. દોશી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને તપાસીને ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતકના નાના ભાઈ વિપુલભાઈ શામજીભાઈ વાઘેલાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જી ભાગી છૂટેલા સફેદ રંગની મહેન્દ્રા કાર નંબર GJ-03-JC-6405 ના અજાણ્યા ચાલક વિરૂૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *