છોટુનગર ઝૂંપડપટ્ટી પાસે બનશે પોલીસ રાઉટી

રાજકોટના હનુમાન મઢી ચોક નજીક એરપોર્ટ તરફ જતા રસ્તે મુંબઇના સ્લમ વિસ્તાર જેવી મીની ધારાવી એવી છોટુનગર ઝૂપડપટ્ટીમાં ભંગારના ધંધાર્થીઓ, દારૂૂ સહિત નશો વેચતા તત્વો…

રાજકોટના હનુમાન મઢી ચોક નજીક એરપોર્ટ તરફ જતા રસ્તે મુંબઇના સ્લમ વિસ્તાર જેવી મીની ધારાવી એવી છોટુનગર ઝૂપડપટ્ટીમાં ભંગારના ધંધાર્થીઓ, દારૂૂ સહિત નશો વેચતા તત્વો સહિત અનેક દુષણો છે. આ ઉપરાંત મેઇન રોડ પરથી નીકળતા નાકે ડૂચા દેવા પડે તેવી ગંદકી પણ આ ઝૂપડપટ્ટીવાસીઓ તેમજ આજુબાજુના ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા થતી હોવાનું કાયમી બની ગયુ છે. રોડ પર ભંગારિયાઓના દબાણ સહિતના આ દુષણ દૂર કરવા માટે મનપા અને પોલીસ સમયાંતરે ડ્રાઇવ ચલાવે છે પરંતુ તંત્રની ધોંસ ઢીલી પડે કે તુરંત જ ફરી હાલત જૈસે-થે-વૈસે થઇ જાય છે. આ સમસ્યાનો રામબાણ ઇલાજ આવી રહ્યો છે.

અહીં છોટુનગર ઝૂપડપટ્ટીની બરોબર સામે જ રંગ ઉપવન સોસાયટીના ગેટ પાસે કાયમી પોલીસ રાઉટી ઉભી કરવામા આવશે. તેના માટે જગ્યાની ફાળવણી કરવા માટે આવતીકાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં દરખાસ્ત રજુ કરવામા આવી છે. કાયમી પોલીસ રાઉટી માટે 70 ચો.વાર જગ્યાની ફાળવણી કરવામા આવશે. અહીં શહેર પોલીસનો સ્ટાફ મુકવામા આવશે.

શહેરના વિકસિત પશ્ચિમ વિસ્તારમાં વીજ તંત્રન આંતર માળખાકીય નેટવર્ક માટે મુંજકામાં નવુ સબ સ્ટેશન બનાવવાનું આયોજન છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ(જેટકો)ને અહીં મુંજકામાં 4208 ચો.મી.નો પ્લોટ સબ સ્ટેશન બનાવવા માટે મનપા આપશે. પ્રતિ ચો.મી. રૂૂ.66,500ના ભાવે કુલ રૂૂ.27.98 કરોડમાં મનપાના વાણિજ્ય હેતુનો આ પ્લોટ જેટકોને 99 વર્ષના ભાડા પટ્ટે આપવામા આવશે. આ ઉપરાંત મુંજકામાં જ જય ગણેશ ટોયોટા કંપનીને તેના વર્કશોપ માટે કંપની તરફથી જમીન માગવામા આવી હતી. 4883 ચો.મી.ની વાણિજ્ય હેતુની જમીન અનામત પડી હોય પ્રતિ ચો.મી. રૂૂ.1,18,500 લેખે રૂૂ.57 કરોડ 86 લાખમાં જમીન આપવાની મંજુરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજુ થઇ છે.

અન્ય દરખાસ્તો
* માધાપર અને મનહરપુર વિસ્તારમાં વિવિધ શેરીઓ અને ટીપી રોડને મેટલીંગ કરવા
* આરોગ્ય શાખા હસ્તકના કેન્દ્રોમાંથી નીકળતા બાયો મેડીકલ વેસ્ટના નિકાલ માટે દ્રિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવો.
* સાધુ વાસવાણી રોડ, ગુરુજી શાકમાર્કેટથી ગંગોત્રી રોડ સુધી રોડની સાઇડમાં પેવીંગ બ્લોક નાખવા.
* ન્યારી-1 ડેમની સુરક્ષા સ્થિતિ જાણવા માટે સરકાર માન્ય પેનલ દ્વારા ઇન્સ્પેક્શન કરાવવુ.
* વોર્ડ નં.10માં અદ્યતન ફૂડ લેબોરેટરી, આરોગ્ય કેન્દ્ર અને મેલેરિયા શાખાની ઓફિસ બનાવવી.
* ચડત મિલકત વેરા તથા વોટર ચાર્જીસના લેણામાં વ્યાજ માફી આપવાની મુદતમાં વધારો કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *