પંચાયત ચોક પાસે રહેતા વેપારીનું હાર્ટ એટેકથી મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં રહેતા વેપારીનું…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં રહેતા વેપારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતું.

જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે સમરપણ ટાવરમાં રહેતા તુષારભાઇ કાંન્તીલાલ જસાણી (ઉ.વ.48) નામના આધેડ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારો અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક તુષારભાઇ એક ભાઇ એક બહેનમાં મોટા અને ટ્રેડિંગનો વેપાર કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. તેમને સંતાનમાં એક પુત્રી છે. આ બનાવથી પટેલ પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *