નળીથી ઓઇલ ખેંચતા યુવકના મોઢામાં ઓઇલ જતું રહ્યું, ઝેરી અસરથી મોત

લોઠડા ગામની ઘટના, સિવિલ હોસ્પિટલે સારવારમાં યુવાને દમ તોડ્યો રાજકોટ શહેરના આજીડેમ પાસેના લોઠડા ગામે એકે બોલ્સા એન્ડા રોબેશા નામની કંપનીમાં કામ કરતો શ્રમિક નળી…

લોઠડા ગામની ઘટના, સિવિલ હોસ્પિટલે સારવારમાં યુવાને દમ તોડ્યો

રાજકોટ શહેરના આજીડેમ પાસેના લોઠડા ગામે એકે બોલ્સા એન્ડા રોબેશા નામની કંપનીમાં કામ કરતો શ્રમિક નળી વડે ઓઇલ ખેંચતા હો ત્યારે ઓઇલ મોઢામાં જતુ રહેતા તેને ઝેરી અસર થવાથી યુવાનનું મોત નીપજ્યું હતું આ ઘટના મામલે આજીડેમ પોલીસના સ્ટાફે કાગળો કર્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, લોઠડા ગામે આવેલી એકે એન્ડા રોબેશા પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા અને રહેતા મુળ બિહારના વોસ્તકી કપાસુદીન મનસુરી (ઉ.વ.34) ગઇકાલે તેમની કંપનીમાં કામ કરતો હતો ત્યારે નળી વડે ગ્રાઇન્ડર ઓઇલ ખેંચતા મોમાં ઓઇલ જતું રહ્યું હતું. જેના કારણે તેમને ઝેરી અસર થતા તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

જયાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક વોસ્તકીને સંતાનમાં એક દીકરો બે દીકરી છે અને પોતે પાંચ ભાઇ ત્રણ બહેનમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે હેડકોન્સ્ટેબલ એસ.એ.પરમાર તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *