રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ

રાજકોટમાં સ્પાના ઓઠા નીચે ધમધમતા કુટણખાનાઓ ઉપર થોડા સમય પહેલા પોલીસે ધૌંસ બોલાવી અનેક કેસો કર્યા હતા. આમ છતાં તેની કોઈ અસર થઈ ન હોય…

રાજકોટમાં સ્પાના ઓઠા નીચે ધમધમતા કુટણખાનાઓ ઉપર થોડા સમય પહેલા પોલીસે ધૌંસ બોલાવી અનેક કેસો કર્યા હતા. આમ છતાં તેની કોઈ અસર થઈ ન હોય તેમ હજુ પણ સ્પાના ઓઠા નીચે કુટણખાના ધમધમી રહ્યા છે. 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ સામે વ્રજ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ધ મોક્ષ સ્પામાંથી માલવીયાનગર પોલીસે કુટણખાનું ઝડપી લીધું હતું.

આ સ્થળે મોટાપાયે કુટણખાનું ચાલતું હોય તેમ નેપાળ, મિઝોરમ અને આસામની સાત રૂૂપલલના મળી આવી હતી. જેને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી છે. માલવીયાનગરના પીએસઆઈ કે.ડી.મારૂૂએ ચોક્કસ બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ દરોડો પાડ્યો હતો.

ડમી ગ્રાહક પાસેથી એન્ટ્રી ફીના રૂૂા.1 હજાર વસૂલ કરાયા હતા. ત્યારબાદ બીજી સર્વિસ માટે રૂૂા.4 હજાર લેવાયા હતા. જેમાંથી રૂૂા.1 હજાર રૂૂપલલનાને આપી બાકીના રૂૂા.3 હજાર સંચાલક પોતાની પાસે રાખી લેતો હતો.

સંચાલક જિગર દિલીપ સચદેવ અને મેનેજર અરુણ લોકેન્દ્ર બીસ્કો (રહે બંને, છોટુનગર શેરી નં.4, રૈયા રોડ) હાજર નહીં મળતાં બંનેને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે. આરોપીઓ સામે ઈમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધાવાયો છે.

પોલીસે જણાવ્યું કે, આ સ્થળે સ્પા અને કુટણખાનું ખરેખર કેટલા સમયથી ચાલતું હતું તે અંગે હવે તપાસ કરાશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા એચઓટીયુની ટીમે ગોપાલ ચોકમાં હેલ્થ સેન્ટરના ઓઠા નીચે ધમધમતું કુટણખાનું ઝડપી લીધું હતું. શહેરમાં છાશવારે સ્પામાં પોલીસ કમિશનરના જાહેરનામા અને બીજા નિયમોનું પાલન થાય છે કે કેમ તેની તપાસ કરતી હોવાના દાવા કરે છે. આમ છતાં સ્પામાં કુટણખાના કેમ ચાલુ રહે છે તે બાબતે સવાલો ઉઠ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *