કેવડાવાડીમાં યુવતી સામે જોવા મામલે બબાલ: ભાઇ સમજાવવા જતા શખ્સે માર માર્યો

રાજકોટ શહેરનાં કેવડાવાડી મેઇન રોડ પર આવેલ રામજી સોડા સોપ પાસે જાહેરમા યુવતી સામે જોવા મામલે માથાકુટ થઇ હતી અને યુવતીનો ભાઇ આરોપીને સમજાવવા જતા…

રાજકોટ શહેરનાં કેવડાવાડી મેઇન રોડ પર આવેલ રામજી સોડા સોપ પાસે જાહેરમા યુવતી સામે જોવા મામલે માથાકુટ થઇ હતી અને યુવતીનો ભાઇ આરોપીને સમજાવવા જતા 4 આરોપીઓએ ભેગા મળી અને યુવક પર હુમલો કરતા ભકિતનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટનામા ગુંદાવાડી પોલીસ ચોકી નજીક મારામારીની ઘટના બનતા પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી હતી.

વધુ વિગતો મુજબ ખોખળદડ નજીક રહેતી બંશી નામની યુવતી અને તેનો ભાઇ કેવડાવાડી મેઇન રોડ પરથી પસાર થઇ રહયા હતા ત્યારે ડબલ સવારી બાઇકમા ફુલ સ્પીડે પસાર થયેલા એક એકટીવાનાં ચાલકે તેની સામે જોતા બંને વચ્ચે રકઝક થઇ હતી અને યુવતીનો ભાઇ આરોપીને સમજાવવા જતા આરોપીઓએ તેમની સાથે જાહેરમા બોલાચાલી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો અને બાદમા તુરંત આરોપીઓએ અન્ય બે આરોપીને પણ ફોન કરીને બોલાવી લીધા હતા અને યુવતીનાં ભાઇને ફરી બેફામ ઢીકા પાટુનો માર માર્યો હતો આ ઘટનામા ભકિતનગર પોલીસ સ્ટેશનમા ફરીયાદ કરતા હેડ કોન્સટેબલ ધર્મેશભાઇ રાજપરા તપાસ ચલાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *