ગીર સોમનાથ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા સામે સખત કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ ની સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર તા.01/04/2026 ના રોજ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એસ.સુવાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના વિપુલભાઇ અમૃતભાઇ પો.હેડ.કોન્સ , કૈલાસસિંહ જેસાભાઇ પો.કોન્સ. , મહાવિરસિહ મંગલસિહ પો.કોન્સ.એ પોલીસ સ્ટાફ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,તે દરમ્યાન મળેલ સયુકત ખાનગી હકિકત આધારે મેડીકલ ઓફીસર પ્રવીતાબેન પ્રદિપભાઇ દાહીમા ને સાથે રાખી કદવાર ગામ વિસ્તારમાં, શબ્બીર એમન મહિડા રહે.પ્ર.પાટણવાળો ગે.કા. રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કિલનીક/દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હોય જેને રેઇડ દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવાઓ વિગેરે મેડિકલને લગત તમામ સાધન સામગ્રી કુલ આર્ટીકલ- સામગ્રી નંગ-11 કિ.રૂૂ. 7,860/-ના મુદામાલ સાથે મળી આવતા સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
સુત્રાપાડાના કદવાર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો
ગીર સોમનાથ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા સામે સખત કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ ની સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક…
