મોટા મહિકા ગામમાં ડિગ્રી વગર ક્લિનીક ચલાવતો રાજકોટનો બોગસ ડોકટર ઝડપાયો

ગોંડલ તાલુકા પોલીસે દરોડો પાડી એલોપેથીક દવાઓ, સીરીંજ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો ગોંડલના મોટા મહિકા ગામે ડિગ્રી વગર ક્લિનિક ખોલી પ્રેક્ટિસ કરતા હાલ મહિકા ગામે…

ગોંડલ તાલુકા પોલીસે દરોડો પાડી એલોપેથીક દવાઓ, સીરીંજ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

ગોંડલના મોટા મહિકા ગામે ડિગ્રી વગર ક્લિનિક ખોલી પ્રેક્ટિસ કરતા હાલ મહિકા ગામે રહેતા મૂળ રાજકોટના વતની શખસને ગોંડલ તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસ પાસેથી ડિગ્રી માંગતા તેની પાસે કોઈ ડીગ્રી ન હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે અહીંથી દવાઓ, રોકડ સહિત રૂૂ. 11,214 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રાજકોટ રેન્જ આઈ.જી નિર્લિપ્ત રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં માન્ય ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરનાર અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ ડોક્ટરને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી છે. જે સૂચનાના અનુસંધાને ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ યુ.આર. ડામોરના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસમાં હતી. દરમિયાન એવી હકીકત મળી હતી કે, ગોંડલના મોટા મહીકા ગામે એક શખસ કોઇપણ પ્રકારની મેડિકલ ડીગ્રી વગર ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે.

ગોંડલ તાલુકા પોલીસે બાતમીના આધારે મહિકા ગામે હનુમાન દાદાના મંદિરવાળી શેરીમાં આવેલા ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો. અહીં પોતાને ડોક્ટર તરીકે ઓળખાવનાર શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ યાજ્ઞિક પરેશભાઈ લોલારીયા (ઉ.વ. 30 રહે. હાલ મોટા મહિકા મૂળ, મેહુલનગર કોઠારીયા મેઇન રોડ રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસ અંગેની માન્ય ડિગ્રી માનતા તેની પાસે આવી કોઈ ડીગ્રી ન હોવાનું માલુમ પડ્યું હતું.

છતાં આ શખસ એલોપેથિક દવાઓ સિરીંજ, નીડલ તથા મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન રાખી પોતે એલોપેથિક ડોક્ટર ન હોવા છતાં દર્દીઓને સારવાર આપી પ્રેક્ટિસ કરતો હોય જેથી પોલીસ અહીંથી એલોપેથિક દવાઓ, સીરીંજ, રોકડ સહિત રૂૂપિયા 11,214 નો મુદ્દામાલ કબજે કરી આ શખસ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ 30 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *