ભૂમાફિયા અલ્પેશ દોંગા સામે 18 ફરિયાદ, 700 કરોડની જમીનો પચાવી પાડી

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભૂમાફિયા તરીકે કુખ્યાત બનેલા અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે પોલીસનો સંકંજો વધુ મજબૂત બન્યો છે. તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ભૂમાફિયા…

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભૂમાફિયા તરીકે કુખ્યાત બનેલા અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે પોલીસનો સંકંજો વધુ મજબૂત બન્યો છે. તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ભૂમાફિયા ટોળકી દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા બાદ ઠગાઈનો ભોગ બનેલા ખેડૂતોનો રાફડો ફાટ્યો છે. સૌરાષ્ટ્રભરના ખેડૂતો ન્યાયની આશાએ જિલ્લા પોલીસ વડા (એસપી) વિજયસિંહ ગુર્જર પાસે દોડી આવ્યા છે. અત્યાર સુધીમાં આ ટોળકી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં 18 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. અલ્પેશ આણી ટોળકીએ કુલ 700 કરોડની જમીન પચાવી પાડયાનું જણાવાઇ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આ ટોળકીએ અનેક ખેડુતોને શિકાર બનાવ્યાનું બહાર આવ્યું છે.

આ અંગે મૂળ ગોંડલ તાલુકાના વેકરી ગામના અને હાલ રાજકોટના મોરબી રોડ પર જમના પાર્ક સોસાયટીમાં રહેતા સવજીભાઈ બાબુભાઈ રાંક (સોજીત્રા) દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ, વર્ષ 2017માં સવજીભાઈનો અકસ્માત થતાં સારવાર માટે રૂૂ. 2 લાખની જરૂૂરિયાત ઊભી થઈ હતી. તે સમયે વર્તમાનપત્રમાં ’પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ’ નામની પેઢીની જમીનના 7/12 પર ઓછી વ્યાજદરે લોન કરી આપવાની જાહેરાત વાંચીને તેઓએ સંપર્ક કર્યો હતો. નાના મૌવા સર્કલ પાસે આવેલી કચેરીએ પહોંચતા અલ્પેશ દોંગાએ જમીન પર રહેલો ત્રાકુડા સેવા સહકારી મંડળીનો રૂૂ. 1.50 લાખનો બોજો ભરપાઈ કરવા રોકડા આપ્યા હતા. ત્યારબાદ વર્ષ 2017 અને 2018 દરમિયાન જરૂૂરિયાત મુજબ ટુકડે-ટુકડે રૂૂ. 4.55 લાખ આપવામાં આવ્યા હતા.

ત્યારબાદ લોન મંજૂર ન થતાં ખેડૂતે પોતાના જમીનના કાગળો પાછા માગ્યા અને લીધેલા રૂૂ. 4.55 લાખ પરત આપવાની વાત કરી હતી. આ સાંભળીને અલ્પેશ દોંગા ઉશ્કેરાઈ ગયો હતો અને તેના ભાગીદારો જયેશ રામજી ભાલાળા તથા અભય મોલિયાને બોલાવી ખેડૂતને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણેય શખ્સોએ જમીનનો સીક્યુરીટી પેટે દસ્તાવેજ કરી આપવા અથવા બજાર કિંમતના રૂૂ. 60 લાખ આપવા દબાણ કર્યું હતું.

આખરે ભયના માર્યા ખેડૂતે હા પાડતા અલ્પેશ દોંગાએ ગોંડલ સબ-રજિસ્ટ્રાર કચેરીએ બોલાવી તેમના ભાગીદાર મનીષાબેન અભય મોલિયાના નામે બજાર કિંમત રૂૂ. 60 લાખની 10 એકર ખેતીની જમીનનો માત્ર રૂૂ. 4.55 લાખમાં વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો અને જમીન મહેસૂલ કાયદાની કલમ-135 ડી ની નોટીસમાં સહી કરાવી લીધી હતી. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ આર.જે. જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી છે. આ સિવાય કાલાવડ પંથકમાં પણ ત્રણેક ખેડુતોએ ફરીયાદો નોંધાવ્યાનું જાણવા મળે છે.

લોધિકામાં 8 કરોડની જમીન હડપી: ખાતામાં માત્ર 13 લાખ હોવા છતાં આપ્યો રૂૂ. 6 કરોડનો બોગસ ચેક!!!

ભૂમાફિયા અલ્પેશ દોંગાની મોડસ ઓપરેન્ડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો લોધિકા પંથકમાં સામે આવ્યો છે. જ્યાં એક ખેડૂતને રૂૂ. 6 લાખની જરૂૂરિયાત હોવાથી તેમણે અલ્પેશનો સંપર્ક કર્યો હતો. અલ્પેશે રૂૂ. 6 લાખ આપવાની સામે ખેડૂતની રૂૂ. 8 કરોડની કિંમત ધરાવતી બે એકર જમીન પોતાના નામે લખાવી લીધી હતી. ખેડૂતને વિશ્વાસ અપાવવા માટે અલ્પેશે પોતાના નામનો રૂૂ. 6 કરોડનો એક ચેક પણ આપ્યો હતો. બાદમાં ખેડૂતે રૂૂ. 6 લાખ ચૂકવી આપી પોતાની જમીન પરત માગતા અલ્પેશે જમીન આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ અંગે પોલીસે ખેડૂતને રૂૂ. 6 કરોડનો ચેક બેંકમાં જમા કરાવવા કહેતા તપાસમાં સામે આવ્યું હતું કે અલ્પેશના ખાતામાં માત્ર રૂૂ. 13 લાખ જ હતા. આ મામલે પણ લોધિકા પોલીસ મથકમાં તે ખેડૂતની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત કાલાવડ પંથકના પણ ત્રણ ફરિયાદીઓ રજૂઆત કરવા આવ્યા હોવાથી રેન્જ આઈજી નિર્લિપ્ત રાય મારફતે જામનગર એસપીનો સંપર્ક કરી કાલાવડ પોલીસ મથકમાં પણ ગુનો નોંધવા તજવીજ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *