માળિયા હાટીનાના સરકડિયાના વાછરડાની લડાઇમાં 7 વર્ષનો માસૂમ ઝપટે ચડી જતા ઇજા

માળીયા હાટીનાના સરકડીયા ગામે વાછરડાની લડાઇમાં ધો.1માં અભ્યાસ કરતો 7 વર્ષનો માસુમ ઝપટે ચડી જતા ઇજા પહોંચી હતી. માસુમ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.…

માળીયા હાટીનાના સરકડીયા ગામે વાછરડાની લડાઇમાં ધો.1માં અભ્યાસ કરતો 7 વર્ષનો માસુમ ઝપટે ચડી જતા ઇજા પહોંચી હતી. માસુમ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળીયા હાટીનાના સરકડીયા ગામે રહેતો અને ધો.1માં અભ્યાસ કરતો રૂત્વીક જગદીશભાઇ ભાદરડા નામનો 7 વર્ષનો માસુમ બાળક સંધ્યા ટાણે પોતાના ઘર પાસે રમતો હતો. ત્યારે વારછડાની લડાઇમાં ઝપટે ચડી ગયો હતો. માસુમ બાળકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટમાં ઘંટેશ્ર્વર 25 વારિયા વિસ્તારમાં રહેતો મેહુલ પ્રતાપભાઇ વાજા નામનો 20 વર્ષનો યુવાન સામખીયાળી ગામે રહેતી પોતાની બહેનના ઘરે આંટો મારવો ગયો હતો.

ત્યારે મૃતક માતા-પિતાની યાદ આવતા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉ5રોકત બંન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *